________________
: ૧૩૦ :
તર ગવતી વીણા વગાડતા હતા. શચંદ્રની પેઠે સનિ પ્રકાશ આપી રહ્યા હતા. વગર હાલ્કેચાલ્યે મે'તા એમને જોયા જ કર્યા, છતાંયે મારી આંખેા એમને જોઇ ધરાઇ નહિ. વારવાર એ તે આંસુથી ભરાઇ જતી, ચક્રવાકના ભવના મારા સ્વામીને જેમ જેમ જોયા કર્યા, તેમ તેમ એમને જોવાની મારી તૃષ્ણા અત્યારે વધતી ગઇ. માત્ર એમની જ નજર અમારા ઉપર પડવાને કારણે આનંદ પામીને અમે ત્યાં પાસે ઊભાં અને છતાં ય પાસે જઈ શકતા નહાતાં. એવામાં સારે નશીબે એમણે પેાતાના મિત્રાને રજા આપી. “ જાએ હવે, શરદ્વાત્રિમાં જઇને આનંદ કરે. હું હવે સૂઇ જઇશ.” એ લેાક ગયા કે તરત જ એ મારી સખી (જેને એમણે એળખી લીધી હતી તે) તરફ જોઈ ખેલ્યા : “ આવ, જે ચિત્રા નગર શેઠને ઘેર મૂકયાં હતાં તે આપણે જોઇએ. ” ( આમ એ ખાલતા હતા ત્યારે) હું મારા શણગારને અને કપડાંને ઢીકઠાક કર્યે જતી હતી ને મારે અભિમાની હૃદયે, કામદેવને જાણે અવતાર ન હેાય એવા મારા પ્રિયને મન માન્યા જોઇ રહી હતી. સખી સભ્યભાવે એમની પાસે ગઇ એટલે એ તુરત જ સભ્યભાવે ઉઠ્યા ને જે ખંડમાં હુ શરમ ને ગભરાટની મારી સંતાઇ ઊભી હતી તે જ ખંડમાં ( મારી સખીના ઢારાયા) આવી ઊભા. પછી એ આનદભરી આંખેાએ સ્નેહસુખ વદને ખેલ્યા :
tr
“ તારી સખી, મારા જીવનસરાવરને પાષનારી, મને સુખ આપનારી સહચરી, મારા હૃદયની રાણી કુશળ તા છે ને ? જ્યારથી કામદેવના બાણથી હુંધવાયા છું ને તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com