________________
તરંગવતી
: ૧૨૯ :
નહિં લઈ જાય તે સ્નેહને બાણે પીડાઇને તારી નજર આગળ જ મને મરી ગયેલી તું જાશે. યે ખેાતી ના ! મને લઇ જા ! જો મને જોવી ના હેાય તે આ અપકૃત્ય પણ ,, કર! આવા દબાણથી કરીને મારા જીવનને આનંદ આપવા માટે એ મારી સાથે મારા પ્રિયને મહેલે આવવા કબૂલ થઈ. (જેના ઉપર સ્નેહનું માણુ ચઢાવી શકાય એવું) કામદેવનું ધનુષનું-કામને ઉશ્કેરવા-મારા શણગાર મેં આન દે ઝટપટ સજી લીધે. મારી આંખેામાં ભવ્ય તેજ આવ્યુ, કારણ કે એની સાથે મારા પ્રિયને ત્યાં જવા મારા પગ તલપાપડ થઇ રહ્યાં હતાં અને હૈયું તે તેફાને ચઢીને કયારનુંય ચાલતું થઈ ગયું હતું. પછી અમે ધ્રુજતે શરીરે એક એકના હાથ ઝાલી પાછલે બારણે થઇ મારા ભવ્ય મહેલમાંથી બહાર નીકળી ગયાં. (અમારા નગર) કૌશામ્મીને સ્વર્ગ સમી શાભા આપનારા રાજમાર્ગે થઇને અમે ફૂલમાળાના જેવા લાંખા ચૌટામાં ચાલ્યાં. પણ આ સુંદર દેખાવ ઉપર મારી આંખ ચાંટે શી રીતે ? કારણ કે મારા વિચાર તે મારા પ્રિયમાં જઈ ચાંટ્યા હતા ! આજે મારા પ્રિયને જોઇ શકાશે એ જ વિચારે મારા મનમાં ઘાળાતા હતા. એથી મને થાક પણ લાગ્યુંા નહિ, માણુસાની ભીડ તે। હતી, તે ય અમે ઉતાવળે પગલે ચાલ્યાં અને અનેક હરકત વેડીને પણ આખરે અમે સ્નેહમ'દિરમાં આવી પહોંચ્યા. સખીએ મને એ બતાવ્યા તે વેળાએ એ પેાતાના મિત્રેની વચ્ચે દરવાજા ઉપર બેઠા હતા અને
વખત જરા
તારે મરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com