________________
તરંગવતી
: ૧૨૭ :
પત્રથી તારે શોકજંતુ તારા પ્રિયના વચનામૃતથી મરી જઈ મીઠે થઈ જવું જોઈએ. તેથી નિરાશ થતી ના. થોડા જ સમયમાં તમે એક બીજાને ભેટી શકશે.” મેં ઉત્તર દીધોઃ “સાંભળ? હું શાથી એટલી બધી નિરાશ થઈ ગઈ તે મને લાગે છે કે દૂર રહેવાથી સ્નેહ ઠંડો પડી જાય છે, કારણ કે એથી અમારા સંબંધને આધાર ભવિષ્ય ઉપર લટો રહે છે.” હાથ જોડીને ફરી સખી બોલીઃ “સખી તું નક્કી જાણજો કે, વીરપુરૂષે પિતાનું સાધ્ય સાધવાને કંઈક ભેજના અને વ્યવસ્થા રચે છે. સાચાં સાધનને અભાવે જેને તેને ઉપગ કરી લે એ સારૂં નથી. ઉતાવળમાં વગર વિચારે સાચાં સાધન વિના કંઈ કામ કેઈ ઉપાડે તે એ સફળ થાય તે ય પારણામ કડવાં આવે. સારાં સાધનને ઉપયોગ કર્યા છતાં માણસ ધાર્યું ના ઉતારી શકે તેય એને દોષ કેઈ કાલે નહિ. માટે વીરપુરૂષ, કામના બાણથી ગમે એટલા પીડાય તે પણ કુમાગે જઈને પિતાના કુળને ડાઘ દઈ બેસે નહિ.”
૭. પલાયન. આમ મારી સખી સાથે વાત કરતાં કરતાં પદ્મને ખીલાવનારે જે સૂય તે આથમી ગયે, એનું મને ભાન - રહ્યું નહિ. ઉતાવળે ઉતાવળે મેં નાહી લીધું ને સખી સાથે કંઈક ખાઈ લીધું. પછી એને લઈને અગાશીમાં ગઈ અને સુંદર આસન ઉપર બેસીને એની સાથે મારા પ્રિય વિષેની વાતે મેડા સુધી કરી. જેમ જેમ મોડું થતું હતું તેમ તેમ અંદરની અશક્તિ વધતી જતી હતી અને તે અસહ્ય થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com