________________
તરંગવતી
: ૧૨૫ :
ને છેવટે–ના છૂટકે–રજા આપી. પણ પછી મહેલમાંથી બહાર નિકળતાં મને તો જાણે આકાશ પાતાળ એક થઈ ગયાં. ખરેખર (તારા પિતાને) નગરશેઠનો મહેલ બાદ કરતાં (આખા રાજમાર્ગ ઉપર) એ બીજો એકે મહેલ નથી. હજી યે એ ભવ્યતા, એ શેભા, એ આદરમાન મારી આંખે આગળ તરી આવે છે અને તારા પ્રિયની અતુલ સુંદરતા પણ જળકી આવે છે. હવે એણે લખી આપેલો ઉત્તર તને આપું, એમાં એણે સ્નેહ અને આશાઓની ધારાઓ પ્રગટાવી છે.” (તરંગવતી હવે સાથ્વીરૂપે પિતાની કથા આગળ ચલાવે છે.) “જે પત્રરૂપે મારા પ્રિય મારી પાસે આવ્યા હતા, તે પત્ર મેં લીધો. ને તેની ઉપરની મહોરને ઊંડે શ્વાસે ચુંબન કર્યું. હજી તે મારી આંખે એ મહોર ઉપર હતી અને કાનમાં મારી સખીના શબ્દો ઉતરતા હતા, તેવામાં જ ચંપાની પાંખડીઓ ઉઘડતાં જેમ અંદરની તંતગણ બહાર નિકળી આવે એમ મારા હૃદયમાં આનંદને કુવારે છૂટ્યો. તરત જ મેં મહેર તેડી અને વાંચવાને આતુર થઈ કાગળ ફેડ્યો. મારા પિતાના મૃત્યુ સિવાયની બીજી બધી અમારા પાછલા ભવની કથાનું એમણે સંપૂર્ણ અને ચમત્કારિક વર્ણન કર્યું હતું. જ્યાં સુધી અમે સાથે હતાં ત્યાં સુધીનું બરાબર ચેક્કસ વર્ણન હતું અને મારા મરણની કથા તો એ જાણતા ન હતા. આનંદથી ઉછળતે હદયે એમણે મેકલેલે એ પત્ર મેં વાંચવા માંડ્યો. જે લાગણી મને થઈ હતી એ એમને પણ થઈ હતી અને તે એમણે સુંદર શબ્દોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com