________________
૧૨૪ :
તરંગવતી છોડ.” આ વાત સાંભળીને હું એમને પગે પડયે. નમ્રતાપૂર્વક હાથ જોડયા અને જમીને કપાળ અડાડયું; પછી સભ્યતાપૂર્વક કર્યો કે, “જેમ તમે કહેશે તેમ કરવા તૈયાર છું, એનામાં એવું શું વધારે છે ?” આથી મારાં માબાપ શાન્ત થયા અને એમની ચિન્તા ટળી. પણ મેં તે આપઘાત કરવાને નિશ્ચય કર્યો હતે, કારણ કે મળવાની મારી બધી આશાઓ ભાંગી પડી હતી અને દિવસે મારી જનાને અમલ કરતાં વખતે લેકે મને અટકાવે એ બીકથી રાતે બધાં ઊંધી જાય ત્યારે આપઘાત કરવાને સંકલપ કર્યો. જીવવાની તૃણુથી છૂટે થઈને અને મરવાને માટે તૈયાર થઈને આ બધા સંકલ્પવિકલપ કરતે હતે, એવામાં જ તું આ સંદેશે લઈ આવી. એથી મારા હૃદયમાં ઉદ્ભવ થય ને મારા જીવનમાં અમૃત રેડાયું પણ તારી સખીને શેકભર્યો કાગળ વાંચતાં મારી આંખોમાંથી આંસુ નિકળી પડશે ને મને બહુ દુઃખ થશે. તારી સખીને મારા તરફથી આટલું કહેજેઃ “જેને મરતાં તું સતી થઈ અને જેને તે આટલે મૂલે ખરીદી લીધું છે તે તારે દાસ થવાનું સ્વીકારે છે. તારાં ચિત્રથી એને સૌ વાતે સાંભરી આવી છે અને જ્યાં સુધી તું એની થઈ નથી ત્યાં સુધી એ દુખિઓ છે. એમ છતાંયે તારા સંબંધની અને નેહપ્રમાણની આશાએ એને આનંદ આનંદ થઈ રહ્યો છેઅને એ આશાએ કરીને એ સુખિયે છે.” આ સંદેશ આપ્યા પછી પણ એ મહાનુભાષે તારા સ્નેહની આશાએ ઉપર બહુ નેહવાતે કરીને મને બહુ વાર ઉભી રાખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com