________________
તરંગવતી
સમાન કન્યા તરંગવતીએ એ સંદેશ મોકલે છે. તરંગવતીએ પોતાના હૃદયની જે ઇચછા પોતાના ચિત્રમાં ચિતરી છે, તે ઈચછા સફળ થવાની આશા રાખે છે. પાછલા ભવને ( ચિત્રમાં ચીતરેલે ) નેહસંબંધ જે હજીયે રહેવાનો હોય તે એનું જીવન ટકાવવા માટે એને તમારો હાથ આપો. આ સંદેશે મારે તમને આપવાનું છે. સંદે. શાને મમ તે (એના લખેલા) આ પત્રમાં તમે જોશો. આ શબ્દો સાંભળી એનાં મેં ઉપર તે આંસુને પ્રવાહ વહેવા લાગ્યો અને એનું આખું શરીર થરથરવા લાગ્યું. આમ એણે પિતાને સ્નેહ તે દેખાડી આપે, પણ તરત કંઇ ઉત્તર દઈ શક્યા નહિ. કારણ કે ડુસકામાંથી એને સ્વર નિકળી શકે નહિ. નિરાશાને દાબી દેવાને જે ચિત્ર એણે આંકયું હતું, તે પાછું આંસુથી ફરી પલળી ગયું. કંઈક શાન્ત થઈને એણે પત્ર લીધે અને જેમ જેમ એ પત્ર તે ધીમે ધીમે વાંચતે ગયે તેમ તેમ એની આંખો રમવા લાગી. પત્રને (ચતુર વાક્યએ લખેલે) ભાવ તરત સમજી ગયો એટલે એ સારી રીતે શાંતિ પામ્ય અને દઢ, સ્પણ, રણકતે શબ્દ બોલ્યાઃ “વિસ્તાર કરવાનું કારણ નથી. મારી શી દશા છે તે ટૂંકામાં જ સાંભળ. જે તું આવી ન હત તે હું જીવી શકતા નહિ. ઠીક પળે તું આવી પહોંચી છે ને હવે મને આશા પડે છે કે પ્રિયાને મળવાને કારણે
જીવનમાં રસ આવશે. વળી તારા આવવાથી, કામદેવ પિતાના બાણથી ઊંડા ને ઊંડા ઘા કર્યો જાય, છે તેની સામે રક્ષણ કરવાનું બળ હું પામ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com