________________
તરંગાવતી
= ૧૨૧ : કર્યો?” ભયથી મારી ચૂડી તે કાંડેથી સરી ગઈ, જાણે હું પોતે ભેંય ઉપર પડી ગઈ અને બેલી: “મહારાજ નમસ્કાર તમને.’ હું તરત જ પાછી ઊભી થઈ ગઈ ને બેલી: “સાપના જેટલી મને તમારી બીક લાગે છે.” એણે બૂમ મારીઃ “શું? મને તું સાપ કહે છે?” ઉત્તર આપેઃ “સાપ કહેતી નથી, હવે થયે સંતેષ !” પણ એ બેલી ઉક્યો “મને સાપ કહીને હવે ફરી જાય છે? યાદ રાખ કે હું ઊચા બ્રાહ્મણકુળને છું; મારા પિતા હારિતગોત્રના કાશ્યપ છે, અને હું છાદોગ્ય સંપ્રદાયનું મીઠું ખારૂં ખાઉં છું, હજી તું મને ઓળખતી નથી?” આમ એણે મને અનેક મહેણુટુણ સંભળાવ્યાં. શેઠના કુંવરથી આ સાંભળ્યું ગયું નહિ તેથી તેણે એ બ્રાહ્મણને ખખડાવ્યો ને કહ્યું: “અરે પાજી, પારકા ઘરની દાસીને અ મ સતાવ ન. તારે ખાલી બડબડાટ બંધ કરી દે, તું માત્ર મૂખ જ છે, બીજું કાંઈ નહિં ? શેઠના કુંવરે એને આમ ધમકાવ્યે એટલે પછી માત્ર દૂર રહીને મારી સામે આંખે કાઢવા લા ને બીજા એવા એવા ચાળા કરવા લાગે. બીજું એનાથી કશું થઇ શકયું નહિ. પછી એ ચાલતો થયે એટલે રાજી થઈને, પણ જાણે રડવા જેવી થઈ ગઈ હોઉં એમ બેલી: “ધન્ય પ્રભુ! એ ગયા.” શેઠના એ કુંવરે પછી મને પૂછ્યું: “સુંદરી તું કયાંથી આવે છે? તારે શું જોઈએ છે તે જલદી એલ.” ત્યારે હું બેલીઃ “હે કુળભૂષણ! અવગુણવિહીન, સદગુણસંપન્ન, સકળહૃદયમેહન, મારે એક નાનેશે સંદેશો સાંભળે, નગરશેઠ ઋષભસેનની સ્વર્ગની અપ્સરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com