________________
તરંગવતી
:૧૧૯ :
બાંધનારા સ્નેહ પરિપૂર્ણતાએ પામે ત્યાં સુધી સૌ વાત ગુપ્ત રાખવાની એમને સૂચના આપજે.' આ અને એવી બહુ બહુ વાતા મેં ભારે હૈયે સારસિકાને કહી ને પછ કાગળ આપીને વિદાય કરી. ( અને છેવટે મેં એને સેગન દઈ કહ્યું ) · અમે એ સ્નેહસંબધે બ્રેડાઇશું' એવા સમાચાર ગમે તે રીતે જરૂર લાવજે. મેં તને કહી ન હાય કે કાગળમાં લખી ન હેાય એવી સૌ વાતે મારા લાભની હાય તે, એમને કહેજે.’ પછી મારી એ મારી સખી મારા સ્વામી પાસે પત્ર લઈને ગઈ ને સાથે મારા હૃદયને પણ લેતી ગઇ. એની ગેરહાજરીમાં ચિંતાએ કરીને મે નિશ્ચય કર્યો:
(અહીં મૂળ ગ્રંથમાં ૬ બ્લેક ઉ. થી ૬૭ ખૂટે છે. ) (સખી પાછી આવી અને મને કહેવા લાગી:-) “સખી ! તારી પાસેથી પત્ર લઈને હું નિકળી એટલે નગ૨ વચ્ચે આવેલા રાજમાર્ગ ઉપરની સુ ંદર હવેલીએ પાસે થઇને ચાલી. અનેક ચકલાં વટાવીને હું એક મહેલ પાસે આવી ઊભી. વૈશ્રવણ (કુબેર) અને લક્ષ્મી જાણે ત્યાં એકઠાં થયા હાય એવા એ મહેલ લાગતા હતા. ભારે હૈયે હું તે દરવાજા પાસે આવી ઉભી. ત્યાં ચાકીદાર હતા તેણે અનેક જતી આવતી દાસીએમાંથી પણ મનેએળખી કાઢી કે આ કોઈ અજાણ્યુ માણસ છે અને મને વાતે વળગાં ડીને પ્રશ્ન કર્યા કે ‘તું કયાંથી આવે છે?’ સ્ત્રીઓને વાતા ઉડાવી દેતાં આવડે છે, તેથી મેં જૂઠું જ કહ્યું, કે 'હું અજાણી છું એ તમે સાચે જ પારખી કાઢ્યું છે, પણ મને તમારા મહેલના કુમારે ખેાલાવી છે. ’ ચાકીદારે (આનંદથી)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com