________________
તરંગવતી
: ૧૧૭ :
ગઈ અને એમના સ્નેહથી વિખૂટી પડી અનેક વિચારોમાં વખત ગાળવા લાગી. એવામાં સારસિકા પાછી આવી, એને શ્વાસ તે જાણે માત જ નહોતો અને આંખોમાંથી બેર બેર જેવડાં આંસુ જતાં હતાં. એ બેલી: “સમાન્ય શેડ ધનદેવ પોતાના મિત્રો અને સંબંધી જનને લઈને (તારા પિતા) નગરશેઠ પાસે આવ્યા અને સ્પષ્ટ શબ્દોમાં એમને કહ્યું: “તમારી દીકરી તરંગવતીનું મારા દિકરા પદ્યદેવ માટે માગું કરું છું; બેલે, કેટલે આંકડો આપને જોઈશે ? પણ નગરશેઠે અસભ્યતાભર્યા આ શબ્દો એમને સંભળાવી દીધાઃ “જે ધણું વેપારને કારણે હમેશાં પરદેશમાં રહે, દી ઘેર રહે નહિ અને તેથી કરીને દાસીઓની સાથે રમ્યા કરે, એવા માણસને મારી આવી કન્યાને શી રીતે સોંપું? એને તે સદા પતિવિરહિણીના જેવા વાળ રાખવા પડે અને બીજી સ્ત્રીઓની પેઠે) શણગાર સજવાના કદી પ્રસંગ જ ન આવે. સ્વામીથી વિખૂટી પડેલી એને ભીની અને રાતી આંખે માત્ર કાગળ લખવામાં ને સ્નાન કરવામાં વખત ગાળ પડે. આમ મારી દીકરીને વેપારના ઘરમાં પુષ્કળ ધન હોવા છતાં મરતાં સુધી વિધવાની દશા જોગવવી પડે, એનાં કરતાં તે નિધનને આપવી સારી. પછી ભલેને એવાં નાવણીયાં, શણગાર, સુગંધી પદાર્થો અને એવા સુંદર સહાગ એને ના મળે.” સારસિકાએ કહેવા માંડયું કે આમ એમણે એ શેઠનું માગું તુચ્છકાર્યું અને (વાતચીતમાં) સભ્યતા, મિત્રતા અને માનવૃત્તિ અશક્ય થઈ પડી તેથી તે શોકાતુર થઈને ચાલી નીકળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com