________________
૧૧૬ :
તર ગવતી
આગળ ચલાવે છે–) મારી સખી પેાતાની વાત પૂરી કહી રહી એટલે હું અધીરી થઇને બેલી, ‘ પણ એમના માબાપનાં નામ ને વ્યવસાય તે મને કહે, ' વળતી સારસિકા ખાલી: એના પિતા ધરતી અને સાગરના ખજાનાના ધણી છે. ખુદ હિમાલયે પણ એના જેટલે અચળ નથી. વળી એણે ધરતીને ધમ શાળાએ અને આનદશાળાએથી એવી તેા શણગારી દીધી છે કે તેનું નામ મોટા વ્યાપારી તરીકે તેમ જ મેટા ધર્માત્માતરીકે પણ ચારે દિશામાં પ્રખ્યાત થઇ ગયું છે. એ શેઠનું નામ ધનદેવ છે. શેઠના આ પુત્ર ઘરડાં અને જીવાન સૌને વહાલા છે અને એનુ નામ પદ્મદેવ છે. એ કામદેવ જેવે સુંદર છે અને વળી પદ્મ-કમળના જેવા મનેાહર છે.' સખીએ જે બધા સમાચાર આપ્યા . તેથી મારા કાનની સ્નેહભરી ઉત્કંઠા તૃપ્ત થઇ. છતાં યે સારસિકાની આંખ અને કાનને ધન્યવાદ દેતી હું ખાલી. તું એન ભાગ્યશાળી કે તેં મારા સ્વામીનાં દર્શન કર્યા' ને એમનાં વેણુ કાનાકાન સાંભળ્યાં.’ પછી મારી પાસેથી એ ચાલી જતી હતી ત્યારે પણ મેં મારા આનના આવેગમાં કહ્યું. મારા શેક હવે ટળ્યેા છે અને આનંદ ઉભરાયે છે, કારણ કે મારા સ્વામી મને આસક્ત છે.” પછી મેં નાહી તી, પંખીઓને દાણા નાંખ્યા, જિનપ્રભુની પૂજા કરી અને પારણાં કરીને ઉપવાસ પૂરા કર્યા. ત્યાર પછી ઉપવાસે અને પારણાએ થયેલા શ્રમથી આરામ લેવાને કાજે શેતરંજી પાથરી અને પવને ઠંડા થવા ખડમાં ગઈ. ત્યાં સ્વામીને મળવાની હજારા આશાએ હું ઘેરાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com