________________
: ૧૩૨ :
તર ગવતી
મારી સામે એકીટસે જોઈ રહ્યા. એ મુખ જણે કમળમા બેસનારી પણ કમળ વિનાની લમી હોય એવું મને જણાયું. શરમની મારી હું તે એમની એમ ઊભી રહી. આનંદના મેજમાં ડૂબતી અને કમળના પાન જેવા મારા કમળ પગ ધરતી ઉપર આમતેમ ફેરવતી હું ત્રાંસી આંખે એમના તરફ જોયા કરતી અને જયારે એ મારી આંખ સામે જોતાં ત્યારે પાછી નીચું જોઈ જતી. તેમના બધા હાવભાવમાં તેમનું સ્વરૂપ એવું તે મોહક અને સુંદર હતું કે મારા મોહને પાર ન રહ્યો નહિ. મારા હદયની ભૂમિ ઉપર એમની દષ્ટિને એ સમભર્યો છે વરસાદ ફેલાયે કે મારા આનંદના બીજ કુટી નિકળ્યાં. પછી એ બેધ્યાઃ મારી કમલાંગ! આ સાહસ તું શું રીતે કરી શકી? તારા પિતાની મરજી સંપાદન કરતા સુધી રાહ જોવાનું મેં તને કહ્યું જ છે. તારે પિતા રાજદરબારને કૃપાપાત્ર છે, મહાજનને અગ્રેસર છે, મિત્રમંડળમાં એમને ભારવકકર આખા નગરમાં સૌથી વધારે છે. એમની ઈચ્છાને જે આ તારા આચરણથી આઘાત લાગશે તે એ પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવાને બધા ઉપાયો થઇ શકશે અને ક્રોધના માર્યા આખા કુટુંબ ઉપર વેર વાળશે, તેથી તેને વિનંતિ કરું છું કે તારી ગેરહાજરી જણાઈ આવે તે પહેલાં તું ઘેર ચાલી જા. સીધે રસ્તે તને પ્રાપ્ત કરવાના હું બધા ઉપાય લઈશ. - મારી પ્રિયા! આપણે આપણું મિલન ગમે તેટલું છુપું રાખવાનું કરીએ તે પણ તે તારા પિતાના જાણવામાં આવી જશે, કારણ કે ગમે તેટલું ગૂઢ કાય પણ સાવધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com