________________
: ૧૧૪ :
તરંગવતી મેં કરી એટલે તે તારા સ્વામી પાસે પાછે દેડી ગયે અને ત્યાર પછી શી વાતે થાય છે તે સાંભળવા હું પણ તેની પાછળ જ ગઈ. ત્યાં જઈ મને પૂછવા આવનારે બેત્યેઃ “ચિંતા કરીશ ના મારા મિત્ર પદ્ધદેવ! તારી પ્રિયા મળી આવી છે. એ કડષભસેન નગરશેઠની દીકરી તરંગવતી છે. એની જ સૂચનાથી એ ચિત્રો મુકાયાં છે અને એ કંઈ કલપનાથી ચીતરાયા નથી. . પણ એની સખીએ મારો પ્રશ્નોના ઉત્તર દીધા
એ ઉપરથી મારી ખાત્રી થઈ છે કે એ એક સાચા જીવનની કરુણ કથા છે.” આ શબ્દોથી તારા પ્રિયનું મુખ પૂરા . ખીલેલા કમળની પેઠે મલકાયું. પછી એ બે : “હવે મને મારા જીવનમાં આનંદ આવશે; કારણ કે મારી એક વખતની ચક્રવાકી નગરશેઠની દીકરી થઈને અવતરી છે.' પણ તરત જ પાછો ચિંતાતુર થઈ બોલવા લાગે: “પણું નગરશેઠ પૈસાને જેરે એટલે અભિમાની છે કે એની કન્યાને માટેનાં બધાં માગાં પાછાં વાન્યાં છે ત્યારે આપણું ધાર્યું શી રીતે પાર ઉતરશે ? એક વાર મારી પ્રિયા જડ્યા પછી જે એને મળી શકું નહિ તો ન જડયા કરતાં પણ વધારે વેદના થશે.” એને એક મિત્ર બોલ્યો ઃ . બસ, તે જડી છે એટલે તે હવે કાંઈ વાંધો નથી, જે વસ્તુ વિધમાન છે તે જરૂર મળી જ રહેશે, એને રસ્તે થઈ રહેશે. એને હજી પરણુવી નથી એટલે એને માટે નગરશેઠની પાસે માગુ કરવાની વ્યવસ્થા કરશું. જે એથી કશું નહિ વળે અને તારી ખુશી હશે તે આપણે એનું હરણ કરી લાવીશું.' પણ એણે તે ઉત્તર આપેઃ “નગર
કરે
તે જડી
જ જરૂર
નથી એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com