________________
તરંગવતી
: ૧૧૫
શેઠના ઘરમાં જે કુળાચાર પેઢીએ થયાં ચાલતે આવે છે તે કંઈ પેતાની પુત્રીને સ્નેહને કારણે એ ઓળંગશે નહિ અને તેથી જે એ પોતાની પુત્રી અને દેશે નહિ તે હું મારા જીવનને અંત આણીશ; કારણ કે તું કહે છે એવું બળાત્કારનું કામ તે મારે કરવું નથી. હવે સૌ મંડળ પિતાના અગ્રેસરને વટી વળી તેની હવેલી તરફ ચાલ્યું અને તેના કુટુંબ વગેરનાં નામઠામ જાણી લેવાને માટે હું પણ એમની પાછળ ચાલી. જે મકાનમાં એ પેઠા તે એવું તે ઊંચું ને સુંદર છે કે જાણે કોઈ સ્વમાંથી ઉપાડી આણુને પૃથ્વી ઉપર મૂકી દીધેલું દેવવિમાન હોય. મેં એના પિતાનું નામ અને ધંધા વિગેરે ચોકસાઈથી પૂછી લીધું અને એ બધી હકીક્તથી જ્યારે મને પૂરો સંતોષ થયે ત્યારે ઉતાવળે પાછી આવતી રહી. એવામાં નક્ષત્ર, ગ્રહો તેમ ચંદ્ર પણ એકેએક કરી અદશ્ય - થઈ ગયા અને ફૂલે ચુંટી લીધા. તળાવ જેવું આકાશ કેરું થઈ ગયું. ત્યાર પછી સઘળા જીવજંતુને મિત્ર અને દિવસને પ્રભુ જે સૂય તે બંધુજીવ (બપોરીઆના) ફૂલના જે લાલ રંગે ઊગી નીકળે. ચારે દિશાઓ -સૂર્યથી નારંગે રંગાઈ ગઈ. તે જ વેળાએ તને બધા સમાચાર આપવાની આતુરતાએ હું તારી પાસે દોડતી આવી. તારે સ્વામી જડયાની જે જે ખરી હકીકત મેં જોઈ જાણું તે બધી મેં તને આ રીતે કહી દીધી છે અને મારા ઉપર જે વિશ્વાસ તે મૂકયો હતો તે આજે સફળ થયે છે, એવી લાગણી અત્યારે હું અનુભવું છું.”
(સાધ્વી તરંગવતી પિતાની કથા શેઠાણી પાસે વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com