________________
—
–
: ૧૨૮ :
તરંગવતી જતી હતી. સ્નેહને બળે હું એટલી બધી પીડાવા લાગી કે મારું જીવન ટકાવી રાખવાને ખાતર મારી સખીને (સારસીકાને) મારે વિનંતિ કરવી પડી. (હું બેલી- )
કુમુદને ખીલાવનારે ચંદ્ર જેમ જેમ ઉપર આવે છે તેમ તેમ એ વૈશ્યને (શેઠના દીકરાને) મળવાની મારી ઉત્કંઠા બહુ જ વધતી જાય છે અને જેમ પવનને બળે બસ્તીના માં આગળનું પાણી ઉડી જાય છે એમ એ ઉત્કંઠાને બળે મારા હૃદયમાંથી તારી મીઠી વાણી પણ ઉડી જાય છે-ટકતી નથી. અરે મારો જીવ એમની પાછળ તલસે છે. અત્યારે જ મને એમને ઘેર લઇ જા એકવાર એ મારા પતિ હતા. સ્નેહની વેરી ઉપર હું મારી લાજ હમી દઇશ.” મારી સખીએ મને સમજાવવા કહ્યું: “તારે તારા કુળની લાજ રાખવી જોઈએ. આવું કશું સાહસ કરતા ના! તારે એને કલંકન લગાડવું જોઈએ. એ તારે થાય છે, તું એની થઈ છે. તારે મુશ્કેલી વહોરી લેવી જોઈએ નહિ. તારાં માબાપ ‘જરૂર તારી વાત માનશે.” આપણે સ્ત્રીઓ ઘણીવાર આવેશથી ખેંચાઈ જઈએ છીએ. મને પણ એમ જ થયું આવેશને માર્યો મારે સૌ વિવેક ચાલ્યો ગયો. નેહથી કેવળ બાવરી બની હું બેલી –“માણસે બધાં જોખમ ખેડવા તૈયાર થવું જોઈએ. જે માણસ સાહસ ખેડતાં, તેમાં આવી પડનારાં વિદથી ડરતો નથી તે જગતમાં વિજય પામે છે. એકવાર કામ શરૂ કર્યું કે પછી તે ગમે તેવું આકરૂં હોય તેય સહેલું થઈ જાય છે. આટલી ઉત્કંઠા પછી જો તું મને મારા પ્રિય પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com