________________
તરંગવતી ૫ગલે ચાલતી એ સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવા એય એક ઊંચી હવેલીના પ્રશસ્ત આંગણામાં આવીને ઊભી રહે છે.
અતિથિઓના અગમની રાહ જોતી ઘરની કેટલીક દાસીએ આંગણામાં ઊભી છે તે એ સાધ્વીના સન્દર્યને જોઈને ચકિત થઈ જાય છે. માંહોમાંહે તે વાત કરવા લાગે છે કે-જુઓ, આ લક્ષમી સમાન સાધ્વી! એના વાળ કેવા સુન્દર અને વાંકડીયા છે ! અને મુખ ચંદ્રની જેવું મેહક છે. સુંવાળા વસ્ત્રવતી એના કાન ઢંકાયેલા છે અને પાણીમાંથી કમળ બહાર નિકળે છે તેના જે એને સુંદર હાથ ભિક્ષા માગતી વખતે વસ્ત્રમાંથી બહાર નિકળે છે. - તેનો શબ્દ સાંભળીને ઘરની શેઠાણ બહાર નીકળે છે. તે સુન્દર ને પ્રભાવશાળી છે, તેની વાણી બહુ ધીમી છે, શરીર ઉપર તેણે બહુ જ આછાં પણ બહુ કિમતી ઘરેણું ઘાલેલાં છે અને છેલ્લું ઉજળું વસ્ત્ર પહેરેલું છે. પોતાના આંગણુને પાવન કરતી આ પવિત્ર સાધ્વીને અને તેની સહચરીને તે આદરભાવે નમસ્કાર કરે છે. ત્યાર પછી કમળફૂલ ઉપર ભમરા બેઠા હોય એવી કાળી કીકીઓવાળા ચંદ્ર સમાન એ સુંદર મુખ સામે એકી દષ્ટિએ તાકીને જોઈ રહે છે. લક્ષ્મી જેવી સુંદર એ સાધ્વીના સંબંધે તે વિચારે છેઃ
નથી તે સ્વપ્નમાં આવી અનુપમ સુંદર સ્ત્રીનું ચિત્ર મેં જોયું, કે નથી વર્ણનમાં પણ આવું વાંચ્યું. આવું સુંદર તે સ્ત્રીકમળ કેણ હશે ? સુંદર સ્ત્રીઓને ઘડવાના જે દ્રવ્ય : તેમાંથી સર્વોત્તમ દ્રવ્યે લઈને શું વિધાતાએ આને ઘડી હશે ? જ્યારે આ અત્યારના મુંડિતમસ્તકવાળા ભિક્ષણ- -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com