________________
તરંગવતી
: ૭૩ : * શાસ્ત્રના સિદ્ધાન્તોને તે સારી રીતે જાણે છે. જોકેમાં અને વ્યાપારીઓમાં ન્યાય ચૂકવી જાણે છે. બધાની સાથે મિત્રભાવે રહે છે. લોકનું ભલું કરવાની વૃત્તિવાળો છે. સત્યનિષ્ઠ અને પ્રમાણિક છે. નિષ્કલંક ગૃહસ્થ જીવન જીવે છે અને જેન ધમના ઉપદેશનું નિરંતર શ્રવણ કરે છે. તે શેઠને આઠ પુત્રો થયા પછી છેલ્લે એમણે યમુનાની પ્રાર્થના કરી અને તેના ફળરૂપે હું એમને ઘેર અવતરી. અવતર્યા પછી મને સારી તજવીજથી પારણુમાં સુવાડી અને મારી સંભાળને માટે હશિયાર દાસીએ રાખી. થોડા સમય પછી નાડી છેદનની ક્રિયા કરીને તે સમયે મારાં માબાપે પિતાનાં સગાંસ્નેહીઓને જમાડ્યાં. પછી જન્મ આદિ જે જે સંસકાર કરવા ઘટે તે સૌ કર્યો અને પિતાની ઈચ્છા પ્રમાણે સંબંધી જનેએ મારું નામ તરંગવતી યમુનાના તરંગેની કૃપાએ હું અવતરી માટે, તરંગવતી પાયું. શય્યામાં જ્યારે હું બેચેન થતી ત્યારે હાથપગ પછાડતી. મારી ધાવ અને દાસી જુદા જુદા ખંડેમાં મને વારંવાર ફેરવતી. પછી તે મારે માટે સેનાનાં રમકડાં આપ્યાં. મારે જે જે જોઈએ તે સ સેનાનું આવતું. મારાં સગાં સો મને પોતપોતાના ખેાળામાં લેતાં અને બહુ લાડ લડાવતાં. હું ખૂબ તેમના આનંદનું દ્મરણ થઈ પડી. ધીરે ધીરે લોકનાં આંખ, મેં અને હાથ હાલતાં તે ઉપર હું ધ્યાન આપતાં શીખી અને મારી મેળે કંઈ કંઈ ઉચ્ચાર કરતાં પણ શીખી. પછી એક દહાડો મેં પગ માંડવા માંડયા ને જ્યારે શુદ્ધ ઉચારે સાતા બેલી ત્યારે તે મારા કુટુંબીઓના હર્ષને પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com