________________
: ૯૦ :
તરંગવતી એણે પાણી પીધું ને પછી સુ ઢથા કુ ફાડો મારીને પાણી એવું ઉડાડયું કે જાણે નદી ઉપર વાદળ ચઢી આવ્યું. પછી પ્રવાહમાં એ ઊંડે ઉતર્યો અને સુંઢ વડે પાણીને પર્વત જેવડો પ્રવાહ પોતાની પીઠ ઉપર વહેવડાવ્યે. નદીમાં એણે એવાં તે મેજા ઉડાડયાં કે તે અમે હતાં તે તળાવમાં પણ આવી પહોંચ્યા. એ જ્યારે સુંઢ ઊંચી કરતે અને તેથી એનું મેં પહેલું થતું ત્યારે એનાં જડબાં, જીભ અને હોઠ વડે એવી બ ખેલ દેખાતી કે જાણે એ અંજન પર્વતની સિંદુરની ગુફા હેય. ભયથી ત્રાસીને બીજાં જળપ્રાણીઓની પેઠે હું પણ મારા સ્વામીની સાથે ઊંચે ઊડી ગઈ. પછી હાથી નદીમાંથી નિકળી પિતાને રસ્તે પાછો ચાલ્યો જતો હતો, તે સમયે વનફૂલોએ શણગારાએલે, હાથમાં ધનુષબાણ લઈને સાક્ષાત્ જમદૂત જેવો એક જુવાન પારધિ આવી પહોંચે. એના પગ ઉઘાડા હતા અને નખ વાઘના પંજા જેવા ખૂબ લાંબા વધેલા હતા. એનું શરીર ખૂબ મજબૂત હતું અને એની પહોળી છાતીમાંથી ધનુષની પણછ ફૂટે એમ, બે લાંબા હાથ ફૂટતા હતા. તેની દાઢી રતાશ પર અને સુંવાળી હતી. હઠ કંઈક ફાટેલા હતા અને બળવાન ખાંધ ઉપર માથું હાલતું હતું. માથા ઉપર વાંકડીયા નાળ હતા અને વાળના છેડા સાપની જીભ જેવા દેખાતા હતા.વળી પવને અને સૂરજને તાપે કરીને એની ચામડી કાળી થઈ ગએલી હતી, તેથી એ રાક્ષસસમે કે જમદૂતના સાક્ષાત્ અવતારસમે દિસતા હતા. તેની પીઠે એક તુંબડું લટકતું હતું અને તેમાં બાણ ભય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com