________________
: ૧૦૪ :
તરંગવતી
જરૂર
છે
એશે ત્યારે
એવી કામનાથી કે પૂર્વજન્મના સ્વામી, જે જરૂર તે વખતે મનુષ્ય જન્મમાં આવ્યા હતા, તેમને ખેાળી કઢાય. મારાં ઘરનાં કે બહારનાં માણસોમાં, અમે જાણી લેવામાં ને પરીક્ષા કરવામાં એના જેવું કંઈ ચતુર નહોતું. મેં એને કહી રાખ્યું હતું કે માણસના અંતરને તેના શબ્દ ઉપરથી અને હાવભાવ ઉપરથી કેમ પારખી કાઢવું એ તું તે સારી રીતે જાણે છે, તેથી મારા જીવનને સુખી કરવાને મારું કહેવું સાંભળ. જે મારા તે વખતના સ્વામી આપણા નગરમાં જ જમ્યા હશે તે તે બીજા બધા લેકની પેઠે એ પણ ફરવા જરૂર આવશે અને આ ચિત્ર જશેઅને જોશે ત્યારે અમારો પાછલે ભવ યાદ આવશે કારણ કે જે માણસ સુખદુઃખમાં નેહી હોય છે, તેણે ગમે એટલે લાંબે વિજેગ સહ્યો હશે તોય એને એવાં ચિત્ર ઉપર આંખ પડતાંની સાથે જ બધું યાદ આવે છે અને હૈયામાં છુપાઈ રહેલે ઉભરો આંખમાં તરી આવે છે. અસંસ્કારી માણસની આંખ કઠણ હોય છે, મિત્રની આંખ ખુલ્લી અને શુદ્ધ હોય છે, સાચા માણસની આંખ દ્રઢ હોય છે, બેદરકાર માણસની આંખ ઢીલી હોય છે. દયાળુ માણસ બીજાનું દુઃખ જુએ છે ત્યારે એને દયા ઉપજે છે અને જ્યારે એ પ્રસંગ એના પોતાના જ જીવનનો અનુભવ હોય છે ત્યારે તે એથીએ વધારે એને લાગી આવે છે ! ત્યારે તે જાણે એની છાતીમાં બાણ વાગ્યું હોય એમ એને લાગે છે ! વળી લોક કહે છે કે જેને પાછલે ભવ યાદ આવે છે એ ગમે એટલે બળવાન હોય તે ય મૂછ પામે છે. તેથી મારા સ્વામીને
કારણ કે
હોય છે, અને દુઃખ
અને કાર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com