________________
: ૧૦૮ :
તરંગવતી
માં જ કંઈક અનેરી મિઠાશ હતી. એણે હાંફતે હાંફતે કહેવા માંડયું: “બહુ દિવસથી ખોવાયેલા તારા સ્વામી જડ્યા છે. વાદળાં વિનાની શરઋતુની રાત્રિને ચંદ્ર જાણે પ્રકાશતે હોય એવું એમનું મુખ પ્રકાશે છે. બેન, હવે ધીરજ ધર, તારી આશા હવે થોડા જ વખતમાં ફળિભૂત થશે.' આ શબ્દો સાંભળ્યાં કે તુરત જ હું તે સુખના વરસાદમાં નાઈ ગઈ, મહાઆનંદે સારસિકાને ભેટી પડી. પછી મેં એને પૂછ્યું: “ઓ વહાલી સખી ! મારા સ્વામીનું સ્વરૂપ તે અત્યારે ફરી ગયું હશે, તેય એમને શી રીતે ઓળખી કાઢ્યા ?' ત્યારે એણે ઉત્તર આપે ?
પ્રિય સખી! કેવી રીતે તારા સ્વામી જડી આવ્યા તે વિગતવાર કહું, તે તું સાંભળ–તે ચેકસી રાખવાની જે જે સૂચનાઓ સંધ્યાકાળે આપી હતી તે સાંભળી લઈ હું છબીઓ લઈ ચાલતી થઈ. હું એ છબીઓ ચોતરા ઉપર ગોઠવી રહી તેવે સમયે, રાત્રિએ ખીલતાં પદ્મને મિત્ર જે ચંદ્ર તે ઊગે. પ્રકાશને ફેલાવતે રાત્રિને પ્રિયજન, કામદેવને વહાલો, એ ચંદ્ર ધીરે ધીરે ઉપર ચઢવા લાગ્યા. સરોવરના જળ પર જેમ ખીલેલું કમળ તરે તેમ એ આકાશ પટમાં ખીલીને તરવા લાગે. તેવામાં રાજમાર્ગો ઉપર સુંદર ગાડીમાં બેસીને ધનથી મદમત્ત નગરજને જાણે રાજા હોય તેમ ફરવા નીકળ્યા. રાતની શેભા જેવાને આતુર સ્ત્રીઓ ગાડીમાં બેસી નીકળી. પગે ચાલતાં જુવાન પુરુષો સ્ત્રીઓ સાથે હાથે હાથ મીલાવીને હૈયેહૈયાં મીલાવી આમતેમ ચાલતાં દેખાયાં. આનંદે ઘેરાયલાં લેકનાં ટેળાં સામે આવતાં ટેળામાં મળી જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com