________________
, વેદનાની છે. કાચું માસ, વન
૧૦૬ :
તરંગવતી ગઈ. એ ઊઘમાં મેં, જાણે હુ પર્વત ઉપર ચઢીને ભમતી હાઉં, એવું સ્વમ જોયું. જ્યારે હું જાગી ત્યારે મેં મારા પિતાને પૂછયું કે-આવાં સ્વપ્ન જોયાનું ફળ શું?”
ત્યારે મારા પિતાએ ઉત્તર આપે – “સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે એવું સ્વપ્ન સદ્ભાગ્ય સૂચવે છે. સ્વપ્નવડે માણસનો આત્મા સદ્દભાગ્ય કે દુર્ભાગ્ય, આનંદ કે શેક, જીવન કે મરણ આગળથી જાણી શકે છે. કાચું માંસ, લેહીભર્યા ઘા, હાથ પગ ભાંગ, વેદનાની ચીસ અને આગનો ભડકેએવાં એવાં સ્વપન નઠારાં ફળથી સૂચના આપે છે, પણ હાથી ઉપર કે બળદ ઉપર કે મહેલ ઉપર કે પર્વત ઉપર કે દુધાળા ઝાડ ઉપર ચઢવું એ આવતા ભાગ્યની સુચના આપે છે અને સ્વમમાં સમુદ્ર કે નદીને જે ઓળંગી જાય છે તેનાં દુઃખ નિશ્ચય ટળે છે. વળી જાતિ ઉપર પણ ઘણે આધાર રાખે છે. કેઈને સ્વપ્નમાં નરજાતિની કે નારીજાતિની વસ્તુ મળે કે ખવાય તે ધારેલે લાભ કે હાનિ થાય. ટૂંકમાં માણસ જે સારાની આશા રાખે છે કે જે નઠારાથી ડરે છે તે સ્વપ્ન ઉપરથી જાણી શકાય છે. તથા સ્વપ્નમાં ફળવાનાં ફળ ક્યારે કળે છે એ સ્વપનના સમય ઉપરથી નકકી થાય છે. જે સ્વપ્ન સમીસાંજે ઊંઘ આવતાં જ આવે છે તેનું ફળ છ મહીને ફળે, જે મધ્યરાતે આવે છે તેનું ફળ ત્રણ મહિને ફળે, જે બ્રાહ્મમુહ એટલે કે ગાયો ચરવા નિકળે તે સમયે સ્વપ્ન આવે તે દોઢ મહિને ફળે અને જે સવાર થતાં આવે તે તરત ફળે. છેવટે કહેવાનું એટલું જ કે સારે શરીરે આવેલાં સ્વને ભવિષ્ય સૂચવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com