________________
તરંગવતી
: ૧૦૫ =
પોતાના પાછલા ભવનું શેકભર્યું સ્મરણ આ ચિત્રોથી જાગશે કે તુરત જ મૂચ્છ પામશે. પછી જ્યારે એમને ભાન આવશે ત્યારે હૃદયે અને આંસુભરી આંખે કોણે આ ચિત્રો ચીતર્યા, એમ અધીરાઈથી પૂછવા માંડશે. ત્યારે ખાત્રીથી માનવું કે–એ જ મારા વાલા ને મનુષ્ય યોનિમાં હાલ અવતરેલા સ્વામી છે. તેમને દેખાવ અને હાવભાવ તું ધ્યાન દઈને નિહાળી લેજે અને એમનું નામઠામ જાણું લેજે અને પછી બધી વાત મને સવારમાં કહેજે. અહા ! એમને ફરીથી મળીને મારું બધું દુઃખ વામીશ અને એમને ભેટીને મારો નેહ તાજો કરીશ પણ અરેરે ! જે એ ન જડ્યા તે મારે સાધ્વી થઈને નિવણ માગે ચાલવા નિકળી પડવું. સ્વામી વિના અને છેવટની સીમાએ જલદી પહાંચવાની આશા વિના જીવતર ગાળવું એમાં જ નવા નવા અવતાર ધરવાનું અનંત દુઃખ છે. એમ પતિ સાથે ફરી સંજોગ થાય એ કામનાએ મેં સારસિકાને બહુ બહુ સૂચનાઓ આપી ને પછી ચિત્રો સાથે એને વિદાય કરી. હવે તે સૂર્ય પૂરેપૂર આથમી ગયો હતો અને સૌને ઢાંકી દેનારી રાત્રિ આવી હતી. આપણા ધર્મના નિયમ પ્રમાણે પર્વને દિવસે હમેશના સુવાના ખંડમાં સુવાને બદલે પૌષધ લેવાના ખંડમાં જમીન ઉપર સૂવું જોઈએ, તે રાત્રે રાત્રિ જાગરણ કરવું જોઈએ અને પ્રભુનું ધ્યાન ધરવું જોઈએ. એ પ્રમાણે હું પણ પૌષધ લેવાના ખંડમાં ગઈ અને મારાં માબાપ સાથે જિનપ્રભુની સ્તુતિ-વંદના કરીને દેવસિક અને ચાતુ મસિક પાપમાંથી મુક્ત થવા માટે પ્રતિક્રમણ કર્યું. એ ધું કરી રહ્યા પછી હું સ્થિરભાવે ભેંય ઉપર ઊંધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com