________________
તરંગવતી
: ૧૦૩ : રીતે દાન વિગેરે દ્વારા કરેલી સેવાથી નિવણને માર્ગ સહેજે જડી આવે છે. પણ જે રાજાના શત્રુને, ચેરને, ભૂકાને અને વ્યભિચારીને દાન અપાય તે તેનાં ફળ ખાટાં પમાય. આ પ્રકારે દાનને વિવેક કરી અમે અમારા ઉદાર હૃદયે માત્ર આપણા ધર્મના સાધુઓને જ નહિ પણ બ્રાહ્મણ અને ભિક્ષુકો વગેરે બીજું પણ બધા પ્રકારના દાનાર્થીઓને પુષ્કળ દાન આપ્યાં.
ટૂંકામાં કૌમુદીપ એ અમારે માટે તે પૈસાની કથળે છોડી મૂકવાન-દાન આપવાનું અને પવિત્રતા ખીલવવાને મહાન દિવસ હતો. સાંજ થઈ અને મેં નગરની ઊંચી નીચી છબી નિહાળવા માંડી. સૂર્ય ભગવાને પોતાનાં કિરણની જાળ સંકેલી લીધી ને પોતે અદશ્ય થઈ ગયા. તેમની સવારની રાણુ પ્રભાતદેવીની સાથે રહી રહીને એ કંટાળી ગયા હતા ને ફક્કા પડી ગયા હતા એટલે સાંજની રાણું સંધ્યાદેવી પાસે તેના શાતિનગરમાં જઈ રહ્યા. લેક એમ પણ કહે છે કે આટલા લાંબા પ્રવાસને લીધે થાકી જવાથી રાતાં સેનેરી-કિરણોની માળા પહેરેલા વીરની પેઠે ધરતીમાતાને ચરણે લીન થઈ ગયા અને પછી અંધારે વીંટી રાત્રિએ સજીવનને પોતાની અંદર ઊંટી લીધાં. હવે, અમારા ઘરના મુખ્ય દરવાજા આગળ જે એક સુંદર આંગણું આવેલું હતું તે અમારી હવેલીને અને ખરી રીતે તે આખા રાજમાર્ગને શણગાર ગણાતું, એ આંગણામાં અતિ મૂલ્યવાન તખ્તીમાં જડીને મેં મારી છબિ લોકોને જોવા માટે મકી અને એની સંભાળ રાખવાને મારા સુખ-દુઃખની ભાગિયણ, મારી ભલી સખી સારસિકાને પાસે ઊભી રાખી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com