________________
તરંગવતી
: ૧૦૧ :
સિદ્ધ થતી નથી તેથી આ શરીર સકાય છે એની એમને શી રીતે ખબર પડે? મારી આંતરિક વેદનામાં મને અકમાત્ એક નવીન વિચાર ફુરી આવ્યું અને તે અનુસારે મેં કેટલાંક ચિત્રપટ આલેખ્યાં. મારા પાછલા અવતારમાં મારા સ્વામી સાથે રહીને મેં જે અનુભવ લીધો હતા, તે પ્રકટ કરવાને વસ્ત્રપટ ઉપર સુંદર પીંછી વડે અનેક ચિત્રો મેં ક્યાં. અમે એકઠાં સ્નેહે કેમ રહેતાં? કેમ ચરતાં ? મારા સહચરને કેમ બાણ વાગ્યું? પારધિએ કેમ એમને અવિનસંસ્કાર કર્યો? હું પોતે તેમની પાછળ સતી થઈ, એ બધાં દેખાવોનાં મેં ચિત્ર ચીતર્યા. વળી ગંગા ને તેની પાસેનું ભર્યું તળાવ, ને નદીનાં બળવાન મોજાં, ને તેના ઉપરનાં સૌ જળપક્ષીઓ, ને તેમાંયે વળી ખાસ કરીને ચક્રવાકો–એ સીના પણ ચિત્ર આંક્યાં. વળી હાથી અને તેની પાછળ પડેલે ધનુષધારી પારધી પણ ચીતર્યો. કમળ–તળાવ ફૂલે ખીલેલું અને વિવિધ ઋતુનાં ખીલેલાં ફૂલેએ લચકાતાં વિશાળ ઝાડ વાળું વન પણ ચીતર્યું અને એ જુદાં જુદાં ચિત્રની ચિત્રમાળાની સામે કલાકના કલાકે બેસીને મારા હૈયાને હાર જે ચકલાક તેની સામે એકીટશે નિહાળી રહેતી. એવામાં કાર્તિકી પૂર્ણિમા આવી. એ કૌમુદી પર્વ તરીકે મનાય છે. તે પર્વને મેટા આનંદને દિવસ ગણવામાં આવે છે. હિંસક ધંધા કરનારાઓના હાટ બંધ રહે છે અને કષ્ટ કરીને આજીવિકા કરનારાઓને વિશ્રાંતિ મળે છે. ધર્મનિષ્ઠ મનુષ્ય તપ, જપ, દાન, પુણ્ય આદિ કરીને પોતાના જન્મને સફળ કરવા પ્રયત્ન કરે છે. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com