________________
: ૧૦૦ :
તરંગવતી આંસુની ધારા વહેવા માંડી. જેમ જેમ એ સ્મૃતિમાં હું ડૂબતી ગઈ, તેમ તેમ ખાવું-પીવું ભૂલતી ગઈ. માત્ર મારા માતાપિતાને અને સગાંસંબંધીને રીઝવવાને ખાતર જ વેદનાભયે હૈયે પણ કંઈક ખાતીપીતી કે ઓઢતી પહેરતી. જે જીવનના તરંગ મને મારે રસ્તે દોરી જાય નહિ તે એ તરંગ ઉપર મારે જીવ શી રીતે ચોટે? સપ્તપણના ફૂલવાસના તરંગ જે આકળા થઈને નેહને નચાવે તે પહેલાં ગમે એટલું સુખ આપતા હોય, પણ આજે મને બાણની પેઠે કેમ ન વાગે? ચંદ્રના કિરણો જે મદનનાં બાણ થઈને મારી છાતીમાં ભેંકાય તે મને શી રીતે સુખકર લાગે ? ગમે તે ફૂલમાંથી અમૃત ઝરે, ગમે તે શક્તિ આપતે વરસાદ પડે, ગમે તે સવારમાં ઝાકળ પડે, પણ મારે મન તે એ સૌ જાણે અંગાર ઝરતા હોય એમ લાગતું. ટૂંકામાં જે બધું બીજી વેળાએ સુખ આપે, તે અત્યારે મારા સ્નેહી વિના મને દુઃખ આપતું હતું. ગુરુજનેના ઉપદેશ અનુસારે મેં મારી કામના સિદ્ધ કરવા માટે કઠણ તપસ્યા કરવી શરૂ કરી. એ તપસ્યા એક શો ને આઠ આચાર્મ્સ કરવારૂપ હતી. મારાં માબાપે એ વ્રત કરવાની સમ્મતિ આપી, કારણ કે આવાં વ્રતથી દુર્ભાગ્ય ટળે છે અને સદ્ભાગ્ય વધે છે. મારી અનઃકામનાની તે એમને ખબર જ નહોતી; તેથી જેમ જેમ હું સુકાતી ગઈ તેમ તેમ એમને લાગતું ગયું કે એ તે વ્રતને કારણે એનું શરીર સુકાતું જાય છે. મારી કામના
૧ દિવસમાં એક જ વાર અને તે માત્ર લૂખું સૂકું અન્ન જમવું તેને જૈનધર્મમાં આચાલ અથવા આયંબિલ વ્રત કહ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com