________________
: ૯૮ :
તરંગવતી
રોગની પરીક્ષા કરવાના અને પછી રોગ ટાળવાના ઉપચાર કરવાને આશયે એમણે સામે બાજોઠ ઉપર બેસીને મને પૂછ્યું: “બેન, તમને તાવને લીધે કે માથાના દુખાવાને લીધે શરીર ભારે લાગે છે ? મને ખુલ્લું કહે જેથી ઉપચાર થઈ શકે. આજ સવારમાં શું ખાધું હતું ? ખાધેલું બરાબર પચી ગયું છે? ગઈ રાત્રે ઊંઘ બરાબર આવી હતી ?” મારે બદલે સારસિકાએ જ ઉત્તર આપે અને મેં સવારમાં શું ખાધું હતું અને અમે બાગમાં કેમ ગયાં હતાં એ બધું વર્ણવી બતા
ચુંપણ મારા પાછલા અવતારના અનુભવની વાત ટાળી દીધી. અનેક પ્રશ્નો પૂછીને ચિકિત્સા કર્યા પછી વૈદ્યરાજે મારાં માબાપને કહ્યું “તમારી દીકરી માંદી દેખાય છે, એટલું જ. બાકી ચિંતા કરવા જેવું કશું નથી, કારણ કે જે ખાધા પછી તરત જ તાવ ચડે તે એનું કારણ નેહ હોય છે અને એને કફ કહે છે. પાચનકિયા ચાલતી હોય તે વેળાએ જે તાવ ચઢે તે એનું કારણ બીજું છે ને તે પિત્ત છે; પણ જે પાચન થઈ રહ્યા પછી તાવ ચઢે તે તે વખતે વાતને કારણે પણ હેય. જે ત્રણે કારણે એકઠાં થયાં હોય તે એમાં અનેક રોગ હોય અને એવા ત્રિદોષમાં બે ત્રણ લક્ષણ દેખા દે છે. બીજા એક પ્રકારને તાવ હોય છે એને અકસ્મા–જવર કે ખેદજવર કે વનવર કહે છે. તે સટી કે ચાબૂકના ફટકાથી, કે હથિયારના ઘાથી કે ઝાડના પડવાથી કે એવાં જ કારણથી આવે છે. તમારી દીકરીના સંબંધમાં તાવ નકકી કરવામાં એવાં કોઈ લક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com