________________
: ૧૦૨ :
તરંગવતી દિવસે મેં પણ મારાં માતાપિતાની સાથે ઉપવાસ કર્યો. સંધ્યાકાળે ચાતુર્માસિક પ્રતિક્રમણ કરીને બધા આત્માએની સાથે જાણ્યે અજાણ્યે થયેલા અપરાધ માટે મનેભાવે ક્ષમાપ્રાથના કરી. સવાર થતાં મેં ઉપવાસનું પારણું કર્યું અને પછી મારી હવેલીની અટારીએ ચઢીને આનંદી. નગરીની શેભા નિહાળવા લાગી. કળાકુશળ કારીગરોએ ચીતરેલા થાંભલાઓ વડે હવેલી આકાશ સુધી ઊંચી ભી રહી હતી. મુખ્ય દરવાજા ઉપર પાણી ભરેલા સોનાના કળશ મૂકવામાં આવ્યા હતા, તે જાણે દાનની ઘોષણા કરતા હોય તેવા દેખાતા હતા. એથી લોક જાણું લેતા કે-આ. હવેલીમાં રહેનાર ગૃહસ્થ પુષ્કળ દાન કરનાર છે અને ખરેખર તે દિવસે અમારે ત્યાં પુષ્કળ જ દાન કરવામાં આવ્યું. સોનું, ચાંદી, ગાય, કન્યા, ભૂમિ, શયન, આસન આદિ જેને જે જોઈતું હતું તેને તે આપવામાં આવ્યું. તેની સાથે નગરમાં જેટલા જિનચે (મંદિર) હતાં તે પણ ખૂબ શણગારવામાં આવ્યાં અને સુવતી સાધુસંતોને સ્વીકારવા લાયક વસ્ત્ર, પાત્ર, ભેજન, શયન, આસન આદિ વસ્તુઓનું પણ સંભાવપૂર્વક દાન કરવામાં આવ્યું. મંદિરોમાં વિરાજમાન જિનેશ્વદેવની મૂતિએ આગળ સેના અને રત્નનાં ભેટણ મૂકયાં.
દાનનું સદા ફળ મળે છે. સારા દાનનું સારું ને નબળાનું નબળું. જ્ઞાની અને તપસ્વી સાધુઓને દાન દીધાથી હમેશાં સારું ફળ મળે છે. એવડે આ ભવનાં દુઃખ ટળે છે ને પછીના ભાવમાં સારે ઘેર જમ મળે છે, જેથી આત્માનો ઉન્નતિ કરવાનો અવસર મળી શકે છે. સંતપુરુષેની આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com