________________
તરંગવતી
: ૧૧૧ :
--
વાને માટે ઝાડનાં ડાળ તેડી પાડતે ચાલે છે. નદીમાં નાહવાને લેભે હવે તે નીચે ઉતરે છે. હવે અહીં એના ભવ્ય શરીરને લઈને એ પાછો નિકળે છે. ત્યાં તે શિકારી એના ઉપર બાણ તાકે છે. પહોળે પગે ઊભા રહીને એ ધનુષ ઉપર બાણ ચઢાવીને કાન સુધી ખેંચે છે. પછી બાણ છોડે છે-આ પણ બહુ સુંદર ચીતર્યું છે. પણે ડાંગરનાં કણસલાં જેવા કે કમળના તંતુ જેવા રાતાશ રંગે ચળકતે ચકવાક ઊડે છે અને એ બાણ એને વાગે છે. અરે! જુઓ ! આ ચકવાકી સંતાપને લીધે વિલાપ કરે છે, કારણ કે પારધિએ તેનાં પતિનાં જીવનને અને સ્નેહને નાશ કર્યો છે. એ પિતાના સ્વામીની પાછળ પડે છે અને અનંત વેદના માં બળી મરે છે. ખરેખર! આજના ઉત્સવમાં જે કંઇ જોવા જેવું છે એમાં આ ચિત્રો સૌથી સુંદર છે; પણ આ ચિત્રની બધી હારને અનુક્રમે જોવી જોઈએ. આમ બોલતાંની સાથે એ સુંદર પુરુષ ચિત્રો સામે આશ્ચયથી જોઈ રહ્યો હતે એટલામા બેભાન થઈ ધરણી ઉપર ઢળી પડયે. વાંસ ઉપર બાંધેલી ધજાની દેરી કપાતાં જેમ ધજા ધબ દઈને જમીન પર પડી જાય એમ એ ઢળી પડયે. એના મિત્રો તે ચિત્રો જોવામાં એવા લીન થઈ ગયા હતા કે એ પડયે એની પણ ખબર એમને તરત તે ન પડી. ખબર પડી કે તરત જ એમણે એને ઉપાડી લીધું અને એને જાણે ચિત્રોએ જ બેભાન કર્યો હોય એમ એથી દૂર ખુલ્લી હવા માં લઈ ગયા. વખતે એ જ સુંદર પુરુષરૂપે તારો ચક્રવાક હોય અને છેવટે મારી સખીની કામના સિદ્ધ થાય એ ઉત્કંઠાએ હું પણ પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com