________________
: ૧૧૦ :
તરંગવતી એને નેહથી જોઈ રહેતી. ખરેખર એવી તે એકેય સ્ત્રી નહીં હોય કે જેના હૃદયમાં પુરુષ પેસી ન શકે. લોકો બોલવા લાગ્યા કે-ગમે તે એ દેવલોકને પુરુષ હવે જોઈએ કે ગમે તે એ પોતે જ એકાદ દેવ હોવો જોઈએ. એ છબિને છેડી વાર જઈ રહ્યો અને પછી એમાં પ્રગટ થતી ઉત્તમ કળાનાં વખાણ કરતે બેલ્યોઃ “અહીં આ રેતીના બે કિનારા વચ્ચે નીચાણમાં વહેતી ને ભમરા ઉડાવતાં મોજાંવાળી ચંચળ ગંગાને કેવી સુંદર ચીતરી છે! કમળભર્યા તળાવવાળું અને વિવિધ ઝાડથી ઊંચું નીચું દેખાતું આ વન કેવું સુંદર છે! વળી શર, શીત, વસંત, ગ્રીષ્મ વગેરે ઋતુઓ વનફળ અને વનફૂલવડે કેવી આબેહૂબ બનાવી છે ! અરે ! આ બે સ્નેહને પાંજરે પુરાયેલાં ચકવાક, જીવનના સમસ્ત પ્રવાહમાં કેવાં સુંદર રીતે એકબીજાની સાથે જડાઈ ગયાં છે! અહીં તેઓ પાણું ઉપર સાથે તરે છે, તહીં રેતીના કિનારા ઉપર સાથે આરામ લે છે, પણ આકાશમાં સાથે ઊડે છે અને વળી પણે કમળફૂલેની વચ્ચે સાથે જ બેસે છે. સદા અને સર્વત્ર તેઓ એકબીજા સાથે અચળ નેહમાં કેવાં જડાઈ રહ્યાં છે ! ચકવાકની ગરદન ટૂંકી ને સુંદર છે અને એને રંગ કિંશુક ફૂલના જે લાલ ચળકે છે. વળી મૃદુ અને ટૂંકી ગરદનવાળી ચકવાની તેના રંગને લીધે કરંત ફૂલના જેવી લાગે છે અને એ ચકવાકની પાછળ કેવી ચાલે ચાલી રહી છે! આ હાથી પણ કે સુંદર ચીતર્યો છે ! એ એની નાતના મુખી જે લાગે છે અને ગાઢ વનમાં પોતાનો માગ કર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com