________________
તરંગવતી
: ૯૭ :
આમ એણે પેાતાની આનંદની કામના છેાડી દીધી, પણ સ્ત્રીઓને એમના કામમાં વળગાડી રાખી. તેમને આનઃમાં રાખવાને કારણે જ અમારાં ઘેર જવાનુ કારણ એણે એમનાથી સંતાડી રાખ્યુ. ચાકીદારેશને, વ્યવસ્થાપકેને, ઝનાનખાનાના વ્યંડળાને તેમના કામની જરૂર પૂરતી સૂચનાએ આપીને પેાતાના નાનાં ટોળાં સાથે અને ઘેાડા ચાકર સાથે મને લઇને એ સત્વર શહેરમાં આવી. ઘેર આવીને સારસિકાએ મારા શણગાર અને વસ્ત્રો ઉતારી લીધાં'ને હું ઘરનાં કપડાં પહેરીને પલ ગમાં સૂતી. પછી મારી માતા, મારા પિતા પાસે ગઇ અને ખેલી:–‘આપણી દીકરીને લઈને હું પાછી ઘેર આવી . એના માથામાં વેદના થાય છે તેથી એને બહુ ઉઘાડામાં રાખવી સારી નથી. મારે જે સપ્તપણુંનું ઝાડ જેવું હતું, તે મે સારી પેઠે અને પૂરેપૂરું ખીલેલુ જોયું છે અને નારીમડળ એમની ઉજાણીના આનંદમાંથી નિરાશ ન થઈ જાય એટલા માટે મારા ઘેર આવવાનું કારણ મે' તેમનાથી છુપું રાખ્યું છે.’ મારી માતાના મેએ આ સમાચાર સાંભળીને મારા પિતા તે અશાન્તિ અને ચિંતાથી ગભરાઈ ગયા, કારણ કે એમના સ્નેહ મારા મુવા ભાઈએ કરતાં પણ મારા ઉપર વધારે હતા. એમણે તરત એક સારા કુળમાં અવતરેલા, ચતુર અને વિશ્વાસપાત્ર તથા આખા નગરમાં પ્રખ્યાત એવા વેધરાજને ખેલાવી આપ્યા. એ શસ્રવૈદુ ણુ જાણુતા હતા. એમના હાથ હલકે અને વેદના વિના ક્રિયા કરે અવે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com