________________
તરંગવતી
અહીં આ તળાવના ચકવાને જોઈને મને ફરી બળવાન સ્નેહસ્મૃતિ થઈ આવી. આ પ્રમાણે મારા પાછલા જન્મ-. નું પ્રારબ્ધ મને બધું કેમ સાંભરી આવી તાજું થયું અને હું મારા સ્વામીથી મૃત્યુ થયે કેમ વિજોગ પામી? એ બધું મેં તને ટૂંકામાં કહ્યું છે. પણ તે મારા જીવના સેગન ખાધા છે તે પ્રમાણે, હું મારા પ્રિયને ફરી મળી શકું નહિ ત્યાં સુધી, આ વાત કેઈને કહેતી નહિ. હવે
જ્યારે મારી કામના સફળ થશે ત્યારે જ મને સુખ થશે. આજ સાત વર્ષથી હું મારા એ સ્નેહીને ભેટવાની આશામાં ને આશામાં, મારાં માતાપિતાને ખોટી ખોટી આશાઓ આપે જાઉં છું. જે એમાંથી કશું હવે વળશે નહિ તે હૈયાનાં દુઃખને ટાળવાને માત્ર તે એક જ માગ બાકી છે, જે જિનપ્રભુએ જગતના ઉદ્ધારને માટે સાથવાહ થઈને બતાવ્યું છે–તે નિર્વાણને માગ સાધવાને માટે હું સાધ્વી થઈશ. સંસારના સંબંધમાં બંધાવાથી આ જાતનું જે વિજેગનું દુઃખ ખમવું પડે છે તે દુઃખ ફરી બીજી વાર ન થાય તે માગે હું વિચારીશ. સંસારનાં દુઃખની સાથે સાથે જન્મમરણનાં દુઃખ ટાળીને આત્માના સાચા સ્થાનમાં પહોંચવાને માટે હું સાધ્વી થઈશ.
(તરંગવતી વળી આગળ બોલે છે) નેહને બળે મારી સખી ઉપર વિશ્વાસ રાખીને મારા દુઃખની બધી વાત મેં એને કહી. એ ભલી સારસિકો પણ મારા ઉપરના સ્નેહને લીધે અને મારા દુઃખની દયા આવવાને લીધે ભારે વિલાપ કરવા લાગી. પછી એ રડતી આંખે બેલી: “ અરેરે સખી! મારા પ્રારબ્ધમાં આ શી તારા સ્વામીના વિજેગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com