________________
તરંગવતી
: ૯૩ :
ચાલ્યા ગયા. પછી અને ઉપાડી
બેલી ઊઠ્યો: “હા પ્રભુ ! ' એ ભયંકર માનવીના ભયથી હું પાછી ઊડી ગઈ, પણ મારા સ્વામી માર્યા ગયા તેથી એને પણ દિલગીરી થઈ. એણે એમને ઉપાડી ચંદ્રપ્રકાશ જેવી રેતી ઉપર મૂકયા. પછી કિનારા ઉપર એ લાકડાં શોધવા ચાલ્યો એટલે ફરીને હું મારા પ્રિય સ્વામી પાસે જઈ બેઠી. ડુસકાં ભરતી ભરતી વિદાયના છેલ્લા શબ્દો હું બેલતી હવી તેવામાં તે પારધી લાકડાં લઈને વળી પાછો આવ્યો અને હું ફરી પાછી ઊડી ગઈ. મને જણાયું કે એ પાપી હવે મારા સ્વામીને અગ્નિસંસ્કાર કરશે, તેથી એમના મૃત દેહ ઉપર આમતેમ આકાશમાં મેં નિરાશાએ ઊડ્યા કર્યું. સાચે જ એ પારધિએ પોતાનું ધનુષ અને બાણભર્યું તુંબડું ભેય પર મૂકીને મારા સ્વામીને લાકડાની ચિંતામાં મૂકયા. પછી એમાં અનિ મૂક અને લાકડાંની ચીપાટે આમતેમ બેસી ઘાલી. મને તે એ અગ્નિ દાવાનળ કરતાં પણ ભયંકર લાગે અને વિચારમાં ને વિચારમાં મારા સ્વામીને શોકભયે હદયે કહેવા લાગી ? એ પ્રિય સ્વામી, આજ સુધી આપણું મિત્રરૂપ પાણીમાં તમે વાસ કરતા, તે આજે આ શત્રુરૂપ અગ્નિને શી રીતે સહન કરી શકશે ? જે અવિન તમને બાળે છે તેથી હું પણ બળી મરું છું, એ અવિન તમે શી રીતે સહન કરી શકશો ? આનંદ અને શેક ઉપજાવનારું આપણું પ્રારબ્ધ હજી ય ધરાયું નથી કે આપણને એક વાર એક કર્યા પછી પાછાં ફરી જુદાં કર્યા! અરેરે ! મારું હૈયું લોઢાનું દેવું જોઈએ, નહિ તે એ પ્રિયતમ! એ તમારું દુઃખ આમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com