________________
: ૯ર :
તરંગવતી
એમના ઘામાંથી બાણું ખેંચી કાઢયું અને રડતી આંખે મારી પાંખાવડે એમને પવન નાંખે. પછી મેં એમને બોલાવ્યા, પણ એ તે જડ જેવા નિચ્ચેષ્ટ થઈને પડી રહ્યા હતા. તેમ છતાં તેને લીધે અને મૂંઝવણને લીધે તે વખતે તે માની લીધું કે હજી એ જીવતા છે, પણ જ્યારે મને બધું સમજાઈ ગયું ત્યારે વર્ણવી નહિ શકાય એવી વેદનાવડે હું તે થોડીવાર બેભાન થઈ ગઈ. પછી મારી પાંખમાંથી સુંદર પીછાંને મારી ચાંચ વડે ચૂંથી નાખ્યાં મારા સ્વામીની પાંખેમાં પણ મેં ચાંચ મારી અને મારી પાંખો વડે હું એમને બાઝી પડી. હું એમની આસપાસ ઊડવા લાગી અને આમ રૂદન કરવા લાગી. આ ગંગાના શણગારરૂપ તમને કયા પાપીએ માર્યો ? મારા સુખની ઈર્ષોએ કોણે મને અનાથ કરી મૂકી કે જેથી વિજેગનું દુઃખ મને આગના ભડકાની પેઠે બાળે છે અને ભયંકર વિચારોની અંદર મારે ડૂબી જવું પડયું છે? મારા પ્રિય સ્વામી, હવે તમારે વિજોગે કરી કમળ સરોવર ઉપર હું આનંદ શી રીતે ભેગવી શકીશ? આપણા બેની વચ્ચે કમળનાં પાંદડાંએ કરીને પણ વિજેગ થતો, તે જાણે તમે પરદેશ ગયા હો એમ મને તેનું દુઃખ સાલતું, ત્યારે હવે તે મૃત્યુએ આપણને કાયમનાં જુદાં પાડયાં છે, માટે હવે મારા દુઃખને અવધિ કયાં આવશે ? ફરી વાર પાછા એ પારધિ આવ્યે અને મારા જીવનના સાથી ઉપર નજર કરીને જેવા લાગે ત્યાં તે હાથીને બદલે મારા સ્વામી માર્યા ગયેલા જણાયા, તેથી વેદનાએ કરીને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com