________________
તરંગવતી
જોઈ રહે નહિ, પણ તરત જ તમારી ચિતામાં કૂદી પડે. આમ દુઃખમાં ને વિજેગમાં હું તમારાથી દૂર રહું એના કરતાં તે એ ભલું કે હું તમારી સેડમાં ચિતા ઉપર સૂઉં. આમ શેકના આવેગને કારણે તથા નારીસુલભ વીરતાને પ્રભાવે હું સતી થવાના ઠરાવ ઉપર આવી. જે નેહી આત્માની પાછળ એમનું શરીર ચાલ્યું જતું હતું તેમની પાસે હું અનિમાં જઈ પડી. અગ્નિ હવે મને હિમ જે ઠંડી લાગવા લાગ્યું, કારણ કે હું મારા સ્વામીની સેાડમાં હતી. ફૂલમાં જેમ મધમાખી તેમ હું અનિમાં ડૂબી ગઈ અને એ અગ્નિએ મને મારા સ્વામી ભેળી કરી દીધી. જો કે એ રાતી પીળી અવિનની શિખા મને બાળતી મારી ચારે બાજુએ રમતી હતી, તેયે પતિના વિચારમાં મને જરા ય દુઃખ થયું નહિ, એમ, મારી સારસિકા ! હું સતી થઈને મારા પ્રિય પતિની પાછળ ચાલી નીકળી.
૫. કામના, સાધના અને સિદ્ધિ. (સાધ્વી તરંગવતી આગળ બેલે છે–:) અમારાં મરણની કથા મારી સખીને હું વર્ણવી રહી કે તરતજ શેકને લીધે ફરી હું મૂચ્છ પામી. ફરી જ્યારે મને ભાન આવ્યું ત્યારે ફરીથી એને અચકાતે શબ્દ અને ધડકતે હેયે કહેવા લાગીઃ ગંગાને કાંઠે હું સતી થયા પછી કૌશામ્બી નગરીમાં ત્રાષભસેન શેઠના ધનવાન અને આબરૂદાર ઘરમાં અવતરી. એક વખતે આ જળતરંગે ઈ મને એ મારી પૂર્વજન્મની વાર્તા સાંભરી આવી હતી, તેમજ આજે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com