________________
તરંગવતી
: ૯૯ :. દેખાઈ આવતાં નથી, તેથી તમારે કશી ચિંતા કરવાનું કારણ નથી. એ નિરગી છે. ગાડીના આંચકાથી એ હાલી ગઈ છે અને બાગમાં ફરવાથી થાકી ગઈ છે એટલે અત્યારે એ નરમ છે ને તાવ જેવું લાગે છે, પણ એ તે માત્ર થાક જ છે પણ વખતે એને ભીતરની ચિંતા પણ હોય અને એ કઈ ભારે શોકને કારણે થઈ હોય.” | મારા સંબંધમાં મારાં માબાપને વૈદ્યરાજે સાચું જ કહ્યું હતું અને જ્યારે એ ઊડ્યા ત્યારે એમને માન આપવાને માટે હવેલીને દરવાજા સુધી એ એમને વળાવવા ગયા. પાછલે પહોરે મારી માતાએ મારાં શેકબન્યાં હદયને ખાવાનો આગ્રહ કર્યો ને મારે કંઈક ખાવું પડયું. એટલામાં બાગમાં ગયેલું નારીમંડળ પાછું આવ્યું અને તેમને સ્નાનામાં અને ઉજાણીમાં કે આનંદ આવ્યો એનું વર્ણન કરવા માંડયું. રાતે પથારીમાં ઊઘાડી આંખે આમતેમ મેં આળેચ્યા કર્યું પણ રાત તે જાણે કેમે કરી જાય નહિ તેવી લાગી. સવાર થતાં, જે જુવાનના હૃદયમાં આગલે દિવસે મને જોઈને મદનનાં બાણ વાગ્યાં હતાં એવા સેંકડે જુવાનના પિતા મારું માગું કરવાને મારા પિતા પાસે આવવા લાગ્યા. ગમે તેવા એ આબરૂદાર હશે, પસાદાર હશે, પણ એ બધાનાં માગાં મારા પિતાએ પાછાં વાળ્યાં; કારણ કે કોઈની નૈતિક કે ધાર્મિક ગ્યતા એમની નજરમાં બેઠી નહિ. પણ પછીથી એ પાછા વાળેલા ઉમેદવારોનાં જુદા જુદા પ્રકારનાં રૂપગુણની વાત સાંભળીને મારા પાછલા અવતારની કથા પાછી મને યાદ આવી ને આંખોમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com