________________
તરંગવતી
હતાં. તેણે ભયંકર વ્યાઘચમ પહેર્યું હતું અને તે જાણે વસ્ત્ર ઉપર મેશના કે શાહીના લીસોટા તાણ્યા હોય એમ દેખાતું હતું. પારધિએ એ હાથીને જે કે તરત જ, જરૂર પડે તે ઉપર ચઢી જવા માટે, દેડીને તે એક મેટા ઝાડ નીચે જઈ ઊભે. પછી ધનુષ પર બાણ ચઢાવીને ખૂબ જોરથી ખેંચ્યું ને હાથી ઉપર તાકયું. પણ કમનશીબે એ નિશાન ચૂક્યું અને તે હાથીને ન લાગતાં સામે જ ઊડતા મારા સ્વામીને જઈ ચાંટયું. તેનાથી એમની એક પાંખ કપાઈ પડી ને તેની સાથે એ મૂછ ખાઈને પાણીના કિનારે પડયા. હું મારા પ્રિયની પાછળ ઊડી અને એમની વેદના મારાથી નહિ સહન થઈ શકવાને કારણે હું પણ તેમની પાસે જ મૂચ્છિત થઈ ધરણી ઉપર ઢળી પડી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મેં બળવે હૈયે અને આંસુભરી આંખે શું જોયું? મારા સ્વામીની પાંખ છૂટી થઈને જાણે પવનના બળે તૂટીને કમળ પડયું હોય એમ એમની પાસે પડી હતી. અને તેમના શરીરમાં બાણ ચાંટયું હતું. પાસે પડેલી પાંખ કમળના પાન જેવી વિખરાઈ પડેલી હતી. જાણે રાતા પીળા ઘડા ઉપર લાખના ડાઘા પડયા હોય તેમ મારા સ્વામીના શરીર ઉપરના લેહીના ડાઘ દેખાતા હતા. એ ડાઘ એટલા બધા પડયા હતા કે જે જોઈને કોઈને તે એમ જ લાગે કે અશેક ફૂલના ગોટા ઉપર ચંદનરસની છાંટ મારી છે અને છતાંયે એ પાણીને કિનારે જ પડેલા હોવાથી કિશુકવન જેવા કે ઓથમતા સૂર્ય જેવા ભવ્ય દેખાતા હતા. મારી ચાંચવડે મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com