________________
તરંગવતી
ઃ ૮૯ ઃ
સુધી તેને સ્વભાવ તપસ્વી જેવા સરલ હતા. એના ક્રાય તા બહુ પહેલેથી બળી ગયા હતા. રાતા પ્રભાતસમયે તેની સાથે જ હું તરવા જતી. ઊડતી પણ તેની સાથે જ. એવી રીતે અમે સ્નેહમાં સાથે રહેતાં, ચઢતા ઉતરતા સુંદર શબ્દથી અમારા કાનને અને હૃદયને આનંદ આપતાં, એક ખીજાને સુખી કરતાં, એક બીજાની પાછળ જતાં, સાથે રમત રમતાં અને એકબીજાના વિષેગ કદી સહી શકતાં નહિ. નદીએ, કમળસરેાવરે, રેતીના કિનારે કે કિનારાના જંગલે-જ્યાં જતાં ત્યાં અમે સ્નેહને દેખાવ કર્યા વિના જ પણ સાથે સ્નેહે બધાઇને સાથે જ રહેતાં. એક સમયે સૌ જળપક્ષીએ સાથે અમે પણ ગંગાના પાણીવડે બનેલા સુંદર તળાવમાં રમતાં હતાં. તેવે સમે સૂરજને તાપે મળ્યેાખન્ય થઈ ગયેલા એક હાથી ત્યાં નદીમાં નહાવા કાજે આયેા. રાજાએાના ભાગ્યસમાં ચંચળ એના કાન આમતેમ હાલતા હતા. મૃદગ જેવા મૃદુ મૃદુ અવાજ તે કર્યા કરતા, છતાં એ રાક્ષસસમુ પ્રાણી વચ્ચે વચ્ચે મેઘગર્જના જેવા ભયંકર નાદ પણ કરતુ. તેના કુંભસ્થળમાંથી મદ ઝરતા હતા અને સમપણુ ના ફૂલના જેવા એના તીવ્ર વાસ પવનને મળે ચારે દિશાએમાં પ્રસરી રહેતા. કિનારાના ઘુમ્મટ ઉપરથી આ મહાપ્રાણી નીચે ઉતર્યું. રેતીમાં પડતાં એનાં પગલાં વડે જાણે ગંગાની કેડા ઉપર કંદોરા બનાવતું હોય તેમ દેખાવા લાગ્યું અને સમુદ્રની રાણી જેવી ગંગા જાણે એ હાથીથી ભય પામીને પાતાનાં માજાને લઇને દોડી જતી હોય તેમ દેખાવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com