________________
• ૮૮ :
તરંગવતી
૪. પૂર્વજન્મનું વૃત્તાન્ત. આપણે પાડોશમાં અંગ નામે પ્રસિદ્ધ દેશ છે અને એ દેશ શત્રુથી, ચેરથી અને દુષ્કાળથી સદા નિભય છે. ત્યાં ચંપા નામે સુંદર નગર છે જેમાં અનેક સુંદર બાગબગીચા તથા રમણીય જલાશ છે. ત્યાંની વસ્તી સાચે જ સ્વસમી છે. તે દેશની વચ્ચે થઈને પવિત્ર ગંગાનદી વહે છે. તેને બંને તીરે અનેક નગર અને ગામ વસેલાં છે અને જળપંખીઓનાં ટેળે ટેળાં તેમાં રહે છે. સમુદ્ર ની જાણે હાલી સ્ત્રી હોય એમ એ તેના તરફ ધસે છે. કાદંબ પક્ષી તે જાણે એનાં કુંડળ છે, હંસની હાર જાણે એની કટિમેખળા છે, ચકલાક પક્ષીની જેડ જાણે એનાં બે સ્તન છે, એનાં મેજાંથી જાણે એ હસતી દેખાય છે. એને કિનારે હાથી, બળદ, વાઘ, ચિત્તા ને વરુ રહે છે. પાણીની સપાટી ઉપર પાકા રાતા ઘડા તરતા હોય એમ ચક્રવાકનાં જેડાં આનંદે રમ્યાં કરે છે. હંસ, બતક અને એવાં જ બીજાં જળપ્રાણીઓ પણ ચિંતા વિના સ્વતંત્રતાએ ફરતાં ફરે છે. મારી પ્રિય સખી, ત્યાં હું આગલા અવતારમાં રાતાંપીળાં પીછાંવાળી ચકવાની હતી અને સ્વતંત્રતાનું પૂરું સુખ ભગવતી. ચક્રવાકોમાં સ્નેહ એટલે સાચે અને પ્રબળ હોય છે તે સનેહ આખા જગતમાં બીજે કયાંય નહિ હશે. મારે નર તે વળી ચંચળ માથાંએ કરીને અને ગોળ દડા જેવા શરીરે કરીને પ્રખ્યાત હતું. તેમાં વળી એ કુશળ તરનારે હતે અને કેરેન્ટના ફૂલના ગેટા જેવો સુંદર હતું. તેનાં કાળાં અને રૂવાંટી વગરનાં પગનાં ચાપાં કમળનાં કાળાં પાન જેવાં હતાં. છેવટ
બીજે માળે હોલાવી. કાકી હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com