________________
તર ગવતી
ગઇ નથી કે મધમાખીના
ચટકાય લાગ્યા નથી. પણ એ તે વચ્ચે જ મેલી ઊઠી કે: ખેલી ઊઠી કે: ‘ ત્યારે તું રંગ વિના ફીક્કા પડી ગયેલાં રામધનુષની પેઠે મૂર્છા ખાઈને એમ ભોંય ઉપર કેમ પડી ગઈ? એન, તુ તારું હૈયુ ખાલ, હું તેા તારી પ્રિય સખી છું.’ નીલમ જેવી સુંદર કુ ંજમાં મેં સખી સારસિકાને કહ્યું:-‘મારી પ્રિય સખી, પવનથી તૂટી પડેલા પાનની પેઠે મૂર્છા ખાઈને હું શા માટે ભેાંય ઉપર પડી? એ બધી હકીકત હું તને ટૂંકામાં કહીશ. તું મારી નાનપણુની સખી છે અને મારા સુખદુ:ખની ભાગિયણ છે, તેમ મારા બધાં છાનાં કામ પણ તું જાણે છે; ત્યારે આજની વાત પણ બધી તને કહીશ, પરંતુ બધી વાત તારા હૈયામાં રાખજે. એ તારે માંએથી બીજા કોઇને કાને જવા પામે નહિ! મારા ગળાના સમ ખા કે ખીજા કોઇને આ વાત કહીશ નહિ.’ ત્યારે સારસિકા મારે પગે પડીને ખેાલી: મેન, તારા પગના સમ ને તારા ગળાના સમ. હુ કાઇને નહિ કહુ".’ પછી મારી વહાલી ને વિશ્વાસુ સખીને મે કહ્યું:
"
બહુ દુઃખની વાત છે કે મારા પાછલા અવતારની વાત મારી આંખાએ આંસુ વડે બહાર નીકળી જવા દીધી છે. મારા પ્રિયને મને જે વિજોગ થયા છે તેનું સ્મરણ થઈ આવવું એ પણ બહુ દુઃખની વાત છે. જે સ્નેહ મે એક વાર માણ્યા છે ને જે દુઃખ લાગશ્યું છે તે સૌ હું તને કહું છુ ં–તુ મન દઈને સાંભળ.' મારી સખી મારી માજીમાં સાંભળવાને અધીરી થઇને બેસી ગઇ ને આંસુ વહેતી આંખાએ એ વાત શરૂ કરી.
ઃ ૮૭ :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com