________________
તરંગવતી
: ૮૫ ૪
--
-
---
---
ફૂલ પ્રભાતની, સફેદ ફૂલ ચંદ્રપ્રભાની અને શ્યામ ફૂલ વાદળાંની યાદ આપતાં હતાં. મધમાખીઓનો ગણગણાટ અને હંસેના નાદથી ગગન ગાજી રહ્યું હતું. પાણીની ઉપરનાં મેજ ઉપર ફૂલ પવનથી હીંચકા ખાતા હતાં ત્યાં મેં કલબલાટ કરતી બતક, નર માદાની જોડીએ ચાલતાં ચક્રવાકે અને ધોળાં પીછાંવાળા આનંદી હંસ જોયાં. પીળા કમળ ઉપર બેઠેલી મધમાખીઓ સેનાની તાસકમાં મૂકેલાં નીલમ જેવી શેભી રહી હતી અને રેતીના કિનારા ઉપર રૂના જેવાં સફેદ પીછાંવાળાં હંસ શરદ્દના સુંદર હાસ્ય સાથે પોતાનું હાસ્ય ભેળવતા હતા.
પછી મેં નર-માદાની જોડીએ બંધાયેલાં અને પોતાના નેહને લીધે પંકાયેલાં અનેક ચક્રવાકોને જોયાં. એમના રાતા રંગમાં પીળા રંગ ભેળવાયાથી એ રમણીના સ્તનના રંગ જેવાં બહુરંગી દેખાતાં હતાં. તળાવમાં રંગિત ફરસબંધી જેવાં લીલાં પાનના જે આસન બંધાઈ રહ્યા હતાં તેના ઉપર કેટલાક આવા ચકચાક આરામ લેતા હતા અને કેટલાક વળી આવાં પત્રાસનની વચ્ચે વચ્ચે સેમલના જેવા રાતા રંગના, જાણે સ્નેને લીધે જ રાતા બન્યા હોય એવા, પોતાની નારીઓના નેહને પષતા બેઠા હતા. જે વખતે તળાવમાંને આ દેખાવ હું જોતી હતી તે વખતે એ ચવાને પરસ્પરનો સ્નેહ અને મમતા જોઈને, મારા મનમાં કાંઈ અગમ્ય વિચારો આવવા લાગ્યા. આ જન્મમાં નહિ અનુભવેલી એવી કોઈ કલ્પના મને થવા લાગી અને એ ડા વિચારમાં ને વિચારમાં મને મારે પૂર્વ અવતાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com