________________
તરંગવતી
પવનમાં ડાંખળી હાલતી હોય એમ માની એની દરકાર કર્યા વિના જ તે મેં ઉપર આવી લાગી. વેદનાવડે મેં ચીસ પાડી અને હું પાછી પડી; પણ માખીઓને ગણગણાટ અને પંખીઓના કલબલાટમાં મારી ચીસ તે ક્યાંય દબાઈ ગઈ. ઘોડાના મેંના ફેણ કરતાંયે નરમ એવી મારી ઓઢણી મેં મારાં મેં ઉપર ખેંચી લીધી. જેથી ઘણીખરી માખીઓ ખસી ગઈ, પણ આમતેમ દોડવાથી મારા રત્નજડિત ઘરેણું વિખરાઈ ગયાં અને કામદેવનું બાણ જેના વડે ચઢાવાય એવી કટિમેખલા કેડેથી છૂટી પડી. પણ વેદનાને લીધે એની પરવા ક્યા વિના જ હું તે દેડી ને કેળના માંડવામાં પેસી ગઈ. ત્યાં મારી સખી સારસિકા હતી તેણે મને આશ્વાસન આપી કહ્યું કે તને મધમાખીઓ તે હજી યે બહુ લાગેલી છે, પણ ડરવા જેવું કશું નથી.” જે સપ્તપર્ણને અમે જેવા આવ્યા તે ઝાડ પાસે હવે હું ગઈ. કમળના તળાવવાળી મધમાખી. એનાં ટોળેટોળાં તેના ઉપર બેઠાં હતાં, પુનમના ચાંદા જેવા મધપુડાને છોડીને આજે એ બધી શરદુનાં ફૂલેમાં ભરાઈ બેઠી છે. અમારા સાથમાંની જે સ્ત્રીઓ ત્યાં પહોંચી હતી તેમણે તે ફૂલોના મેહમાં ઝાડની ડાંખળીએ સુદ્ધાં બધી ચુંટી નાખી હતી. મારી સખીના ખભા ઉપર મારા ડાબા હાથનું કાંડું ટેકવીને અને કમળસરોવર ભણી નજર રાખીને હું આગળ ચાલી રહી હતી. બધી જતનાં કમળફૂલ પૂરેપૂરાં ખીલ્યાં હતાં. બાગના રત્નસમાન આ સરોવરની સપાટી પક્ષીઓના શબ્દથી ગાજી રહી હતી અને મધમાખીઓનાં ટોળાંથી છવાઈ રહી હતી. રાતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com