________________
: ૮૨ :
તરંગવતી
પણ અમને જોઈને છક થઈ ગયાં. સ્વગ—રથમાં બેસીને જતી લક્ષ્મીને જેમ જઈ રહે તેમ લેક મને એકી નજરે જોઇ રહ્યાં. નગરના જુવાન પુરુષોનાં હૈયાં મને જોઈને આતુર અને બળવાન કામ-સગને લીધે એવાં તે બળી ઊઠ્યાં કે તેમનાં જીવન જોખમમાં આવી પડ્યાં પણ જુવાન નારીઓ
બીજી જ ઈચછા થઈ આવી.-જે આપણી જાતને સ્વર્ગની સુંદરતા સાથે સરખાવવી હોય તો આપણે આના જેવું સુંદર થવું જોઈએ મારા મુખની સુંદરતાથી અને મૃદુતા. થી નગરને એ રાજમાગ ગાંડે ગાંડો થઈ ગયે અને ૧૯૯, રત ઉભરાઈ ગયે. એમાં મારે દેખાવ તે સૌથી ચમત્કારી હતા. લેકો પાસેથી સાંભળેલી આ બધી વાત સખીઓએ મને કહી. | બાગને દરવાજે આવી પહોંચતાં અમે બધાં રથમાંથી ઉતર્યા અને ત્યાં આગળ ચેકીદાર મૂકીને અમે બધાં ફરવા નિકળ્યાં. જાણે સ્વગના નંદનવનમાં જુવાન અસરાઓ ફરતી હોય તે રીતે બધી નારીઓ ફાવે તેમ પિતાપિતાને માગે ફરવા લાગી. ખીલતાં ઝાડો એકબીજાની સાથે ગુંથાઈને જે ઉપર દરવાજા જેવાં બની ગયાં હતાં, તેની નીચે થઈને તેઓ ચાલવા લાગી અને ઝાડ ઉપરથી ફૂલભરી ડાંખળીઓ તેડવા લાગી. એટલામાં મારી માતાએ બૂમ મારીઃ “આવે, આપણે મારી દીકરીએ બતાવ્યું છે તે, તળાવને કાંઠે ઉભેલું સપનું ઝાડ જેવા જઈએ.” એની સૂચના પ્રમાણે બધું એ નારીમંડળ આનંદભર્યા પગલાં ભરતું તે દિશા તરફ ચાલ્યું. રથમાંની મારી સહચરીઓ ને હું સ્થમાંથી ઉતર્યા પછી બાગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com