________________
: ૮૦ :
તરંગવતી
ધયા અને દેવને નમન કરી સાધુપુરુષના ગુણસ્મરણપૂર્વક સંક્ષેપમાં પ્રતિક્રમણ કર્યું, પરંતુ અનેક સ્ત્રીઓને તે રાત ઉતાવળે પૂરી થતી ન હતી એટલા માટે રાતને ગાળો ભાંડતી અને ખરેખર કેટલીક તે બાગમાં શું શું જોવાનું મળશે અને સરોવરમાં સ્નાન કરવાથી કે આનંદ થશે ઈત્યાદિ અનેક વિષય ઉપર વાત કરતી આખી રાત જાગતી બેસી રહી. ઉજાણીની વ્યવસ્થા કરવાને મુનિમ તે જોઈતા ચાકરેને લઈને આગળથી મળસ્કે જ બાગમાં ગયે હતે. એવામાં પૂવકાશના કમળને ખીલવતા આકાશમાં પોતાનો પ્રવાસ કરતા કરતા સૂર્યદેવ ઉદય પામ્યા. હવે સ્ત્રીઓ જુદા જુદા રંગના કેઈ સુતરાઉ તે કોઈ હીરાગર તો કોઈ ચીનાઈ એમ બહુ મૂલ્યવાન વસ્ત્રો પહેરી બહાર નીકળી. એમણે વળી મેતીનાં અને સેનાનાં રત્નજડિન ઘરેણાં પહેર્યા હતાં. સ્ત્રીઓની સુંદરતાએ શોભામાં વળી શોભા વધારી મૂકી અને તેમની જુવાનીએ તેના ઉપર વળી એપ ચઢાવ્યું. મારી માતા પણ એટલામાં તૈયાર થઈ ગઈ હતી અને શુભ મુહૂત જોઈને એણે આધેડ નારીઓના ભવ્ય સંઘને પોતાની પાછળ લીધે. તેમની પાછળ ચંચળતાએ હાલતી જુવાન નારીઓ ચાલી. તેમના ઝાંઝરના, કટિમેખળાનાં અને બીજા ઘરેણુના ઝણકારથી હવેલીનું આંગણું એવું તે ઝણઝણી રહ્યું કે જાણે તે સંઘને વિદાય દેનારાં વાજાં વાગતાં હોય અને આ સંઘ નિકળવાનાં સમાચાર મારી માએ મને સખીઓ મેલી કહા ખ્યા. મારી સખીઓ શણગારાતી હતી તે વેળાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com