________________
તરંગવતી
: ૭૯ :
ગ્ય થઇ છે અને તારે યેચ વર શોધી કાઢીશ.” આ વખતે મારી માતાએ મારા પિતાને કહ્યું “આપણું દીકરી જેને વિષે આવા સુંદર અનુમાન પર આવી તે ઝાડને જાતે જોવાની મને બહુ આકાંક્ષા છે.” પિતાએ કહ્યું: “ભલે, તમારા સમગ્ર સ્ત્રીમંડળને લઈને ત્યાં જઈ શકો. બહાર ફરવા જવાથી તમને બીજા પણ લાભ થશે. પછી પિતાએ ઘરના મુનિમને બોલાવીને કહ્યું. “કાલે સવારે બાગમાં ઉજાણીને બંદોબસ્ત કરે. વ્યવસ્થા બરોબર કરજે. સ્ત્રીમંડળ આનંદ કરવા જનાર છે. ” દાસીઓ, સખીઓ અને ભાભીઓએ મને વધાવી લીધી. એવામાં મારા ભેજનની સંભાળ રાખનારી દાસી બોલીઃ “હવે વખત થયે છે; માટે જમી લે કારણ કે જેમ ઈંધણ વિના દેવતા ટકતો નથી તેમ અન્ન વિના શરીર ટકતું નથી. ખાવાની વેળા વટાઈ જાય એમ ન થવું જોઈએ. ” ચંદ્ર અને દૂધના જેવી સફેદ અને ઉત્તમ પ્રકારે બનાવેલી ખીર પછી મેં ખાધી અને ત્યારપછી તાજા માખણને બનાવેલ પાક ખાધે. પછી એક વાસણમાં મારા હાથ ધોઈ નાખ્યા ને રૂમાલે લુછીને સાફ કરી નાખ્યા. ત્યાર પછી મારા હાથ અને મેં ઉપર તેલ ચેવું. આવતી સવારે ભાગમાં જવાની વાટ જોતી સો સ્ત્રીઓના મેં ઉપર આનંદ આનંદ છવાઈ ગયો. એટલામાં જ આરામ અને નિદ્રા લેતી રાત્રી આવી પહોંચી. મેં પણ આ અજવાળી રાત ખૂબ આનંદમાં ગાળી અને જ્યારે ઊંઘ આવી ત્યારે દીવાને અજવાળે જ પલંગમાં જઈ સૂતી. સવાર થતા મેં હાથ મેં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com