________________
તરંગવતી
: ૭૭ ભાભીઓને પહોંચાડયાં. એ બધાં ફૂલ હાથીદાંતના જેવાં સફેદ હતાં; પણ મારા પિતાની નજર અમુક ફૂલ ઉપર પડી. એ ફૂલ ભવ્ય સ્ત્રીના સ્તન જેવડું મોટું હતું અને રંગે હેજ પીળું હતું. થોડીક વાર સુધી તે એ ફૂલની સામે જ ચકિત થઈને જોઈ રહ્યા. પછી જ્યારે એ વિચાર માંથી જાગ્યા ત્યારે હસીને મને એ ફૂલ આપ્યું ને બાલ્યા: આને રંગ તે જે! ફૂલ ઉછેરવામાં અને સુગંધ પારખવામાં તું નિપુણ બની છે, તેથી એ વાત તો તું સારી રીતે સમજે. આ બધાં સફેદ સતપર્ણનાં ફૂલમાં આ એક પીળું કેમ ? વખતે કઈ કુશળ કારીગરે આપણને આશ્ચર્ય પમાડવા અથવા તે ફૂલ ઉછેરવાની કળામાં નિપુણતા દેખાડવા આમ કર્યું હશે ? કેમ કે દાહક અને બીજા દ્રવ્યથી (તેમને ફૂલના કયારાની માટીમાં મેળવાથી) ફૂલના અને ફળને ધાર્યા રંગ લાવી શકાય છે, કારણ કે એવા પદાર્થોમાં છેડને ખીલવી તેમાં ફેરફાર કરવાનું વલણ હોય છે, જે આપણે ચેમાસામાં નજરે જોઈએ છીએ; છતાંય જુદા જુદા રંગનાં ફૂલ અને ફળ ઝાડથી જ પરબાઈ આવે છે. પિતાનાં વચન સાંભળીને મેં એ ફૂલને બરાબર તપાસી જોયું અને પછી એ બાબતમાં ચેકકસ નિર્ણય ઉપર આવતાં હું વિનયભાવે બોલી “ જમીનની જાત ઉપર,: વાવેતરની ઋતુ ઉપર, બીજ કે દરૂ ઉપર તથા ખાતર અને વરસાદ ઉપર ઝાડની જાતને આધાર રહે છે. અને આ બધી વસ્તુસ્થિતિ ઉપર બારીક નજર રાખીને કુશળ કારીગર ફૂલને બધી જાતને રંગ લાવી શકે છે. પણ આ ફૂલના સંબંધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com