________________
: ૭૬ :
તરંગવતી
થી નીકળીને અમારી બેઠકમાં આવી પહોંચી અને સુવાસ પ્રસરાવી દીધો. તે હાથમાં ફૂલની ભરેલી છાબ લઈ આવી હતી. સભ્યતાથી મારા પિતા પાસે જઈ વિનયશીલ વિદ્યાર્થીની પેઠે નીચી નમી મધમાખીઓનાં ગણગણાટ જેવા મધુર સ્વરે બોલીઃ “હંસ અહણા જ તેમની ઉનાવાળાની વાસભૂમિરૂપ હિમાલયના ઉત્તર પ્રદેશમાં આવેલા માનસર ઉપરથી પાછા આવ્યા છે અને અહીંની તેમની વાસમિમાં આનંદ કરવા લાગ્યા છે. તેઓ કહ્યુંમધુર સુંદર બેલ બોલે છે અને તે વડે આ પણને સમાચાર આપે છે કે શરદ્દ ઋતુ આવી છે. વળી સફેદ પાંખવાળા હંસની પેઠે શરદ્ રૂતુ પણ યમુનાના કિનારાનાં ઝાંખા વન કરીને પોતાના આવ્યાના સમાચાર આપે છે. એણે સુવાસિત વનોને આસમાની રંગના, અસનવનેને પીળા રંગના અને કાં સપ્તપર્ણના વનને સફેદ વણનાં વસ્ત્રો પહેરાવી દીધાં છે. હે શેઠ! તમારાં ઉપર એની કૃપા થાઓ ! અને સભાગ્ય તમારા ઉપર હસે !” એમ કહીને એણે ફૂલની છાબડી ઉઘાડી અને સપ્તપર્ણનાં ફૂલથી ભરેલી છાબ મારા પિતાના હાથમાં મૂકી. એ ફૂલને સુગંધ હાથીના મદના ગંધ જે તીવ્ર હતું અને તેથી ચારે દિશામાં તેને સુગંધ પ્રસરી રહ્યો. પ્રભુને અર્પણ કરવાના સંક૯પે તે છાબને મારા પિતાએ પિતાને કપાળે અડાડી અને પછી દેવને ચઢાવવાને માટે એમણે તેમાંથી થોડાંક ફૂલ જુદાં કાઢયાં, ડાંક મને આપ્યાં, ડાંક મારી માને આપ્યાં ને બાકીનાં મારા ભાઈઓને અને
- આ ઝાડ શાતિ, નિક્તનમાં જોવામાં આવે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com