________________
તરંગવતી પ્રત્યક્ષ થઈ આવ્યો. એ પૂર્વ જન્મનું સ્મરણ થતાં જ મને મૂર્છા થઈ આવી અને ચેતન વિનાના શરીરની માફક હું જમીન પર ઢળી પડી. જ્યારે મને ભાન આવ્યું ત્યારે જાણ્યું કે મારી આંખમાંથી તો શું પણ મારા વેદના-ભર્યા હૈયામાંથી પણ આંસુની નદી વચ્ચે જતી હતી અને મારી સખી કમળપત્રને પડિયે બનાવી તેમાં પાણી લઈ આવીને મારા દુ:ખભર્યા હૈયા ઉપર અને આંખે ઉપર એ પાણી છાંટતી હતી. હું ઊભી થઈ અને પાસેની કેળની ઘટા અંદરની એક કુંજમાં પડેલી આસમાની કમળને યાદ કરાવતી કાળી શિલા ઉપર જઈને હું બેઠી. ત્યાર પછી મારા દુઃખમાં અને અશાન્તિમાં હદયથી ભાગ લેતી મારી સખી મને પૂછવા લાગીઃ “બેન, તને એકદમ આ શું થયું ? શું તને ચક્કર આવવા લાગ્યાં કે બહુ થાક લાગે કે ખરેખર તને મધમાખીએ ચટકે ભર્યો ? મારી આંખમાંના આંસુ તે એ લુંછી રહી હતી, પણ મારા ઉપરના સ્નેહને કારણે એની આંખમાંથી આંસુ દડદડ વધ્યે જતાં હતાં. વળી એ બેલીઃ “તને આમ મચ્છ શાથી આવી ગઈ? બેન! તું જે જાણતી હોય તે કહે કે જેથી જલદી તેના ઉપાય થાય. તારું શરીર કંથળી ન જાય એટલા માટે હવે ખાટી થવાય નહિ. દરદ બેશક, કંઈક ભારે હેવું જોઈએ. બેપરવા કે બેદરકાર રહ્યા પાલવે નહિ. વાત હાથમાં હોય એટલામાં જ કંઈક ઉપાય કરી લેવું જોઈએ, નહિ તે માત્ર ઉઝરડો હોય તે પણ કઢીના ઘા જેવું થઈ જાય.” સખીને કહી શકાય એવું એણે મને ઘણું કહ્યું ત્યારે મેં ઉત્તર આપેઃ “ભય જેવું કશું નથી. બેન, મને ચક્કર આવ્યા નથી, બહુ થાકીય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com