________________
તરંગવતી
: ૮૧ :
હું પણ સૌથી અનેરાં જ કપડાંથી અને ઘરેણાંથી શણગારાતી હતી અને મારા અતિ મૂલ્યવાન શણગારે કરીને તેમનાથી ત્રણગણી શભા પામી ચંપાના ફૂલ પેઠે ખીલી નીકળી હતી. પછી હું સખીમંડળની વચ્ચે મહાલતી મહાલતી હવેલીના આંગણામાં આવી ઊભી. ત્યાં આવીને જોયું તો ઈંદ્રના સ્વર્ગમાં જાણે જુવાન અપ્સરાઓ ટેળે મળી હોય એમ અમારા આંગણામાં જુવાન નારીઓ પૂરભપકામાં ટોળે મળી હતી. રથને બળદ જોડી દીધા હતા અને પોતાની બેઠક પાસે ઉભેલા સારથીએ મને દેખતાં જ કહ્યું: “ અહીં બેન ! શેઠે તમારા માટે આ અનુપમ સુંદર રથ નક્કી કર્યો છે. ' એમ બોલતાંની સાથે જ તેણે મદદ કરીને મને રથમાં ચઢાવી. રથમાં સુંદર મૂલ્યવાન ગાલીચો પાથર્યો હતે. મારી દાસી અને સખી સારસિકા પણ એ જ રથમાં આવી બેઠી ને પછી રથ પોતાની ઘુઘરીઓ ખખડાવતે ચાલવા લાગ્યો. પાછળ અમારે રખવાળ પિતાને પોષાક પહેરીને ચાલતું હતું. આજુબાજુ અમને જોવા આવનાર સ્ત્રીઓની ખૂબ ભીડ જામી હતી.
અમારે સુંદર સંઘ નગરના રાજમાર્ગ વચ્ચે થઈને ચા.ઠેરઠેરલેકોના ટોળેટોળાં મળીને અમને જોવા લાગ્યા. નારીઓ પોતપોતાના ઘરની બારીમાંથી મેં કાઢીને બહુ આતુરતાએ અમને જોઈ રહી હતી, એ જોઈ હું તે છક થઈ ગઈ. તેમજ રસ્તા ઉપર અને ઘરની બારીઓમાં જાણે હીરા જડી દીધા હોય એમ સજજડ થઈ ગયેલાં માણસો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com