SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ તરંગવતી : ૮૧ : હું પણ સૌથી અનેરાં જ કપડાંથી અને ઘરેણાંથી શણગારાતી હતી અને મારા અતિ મૂલ્યવાન શણગારે કરીને તેમનાથી ત્રણગણી શભા પામી ચંપાના ફૂલ પેઠે ખીલી નીકળી હતી. પછી હું સખીમંડળની વચ્ચે મહાલતી મહાલતી હવેલીના આંગણામાં આવી ઊભી. ત્યાં આવીને જોયું તો ઈંદ્રના સ્વર્ગમાં જાણે જુવાન અપ્સરાઓ ટેળે મળી હોય એમ અમારા આંગણામાં જુવાન નારીઓ પૂરભપકામાં ટોળે મળી હતી. રથને બળદ જોડી દીધા હતા અને પોતાની બેઠક પાસે ઉભેલા સારથીએ મને દેખતાં જ કહ્યું: “ અહીં બેન ! શેઠે તમારા માટે આ અનુપમ સુંદર રથ નક્કી કર્યો છે. ' એમ બોલતાંની સાથે જ તેણે મદદ કરીને મને રથમાં ચઢાવી. રથમાં સુંદર મૂલ્યવાન ગાલીચો પાથર્યો હતે. મારી દાસી અને સખી સારસિકા પણ એ જ રથમાં આવી બેઠી ને પછી રથ પોતાની ઘુઘરીઓ ખખડાવતે ચાલવા લાગ્યો. પાછળ અમારે રખવાળ પિતાને પોષાક પહેરીને ચાલતું હતું. આજુબાજુ અમને જોવા આવનાર સ્ત્રીઓની ખૂબ ભીડ જામી હતી. અમારે સુંદર સંઘ નગરના રાજમાર્ગ વચ્ચે થઈને ચા.ઠેરઠેરલેકોના ટોળેટોળાં મળીને અમને જોવા લાગ્યા. નારીઓ પોતપોતાના ઘરની બારીમાંથી મેં કાઢીને બહુ આતુરતાએ અમને જોઈ રહી હતી, એ જોઈ હું તે છક થઈ ગઈ. તેમજ રસ્તા ઉપર અને ઘરની બારીઓમાં જાણે હીરા જડી દીધા હોય એમ સજજડ થઈ ગયેલાં માણસો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034987
Book TitlePadliptasuri ane Tarangvati
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherAnand Prakashan Mandir
Publication Year1951
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy