________________
: ૭૪ :
તર'ગવતી
રહ્યો નહિ. ત્યાર પછી ઘેાડે કાળે ચૂડાક ના સ`સ્કાર કરવામાં આણ્યે. પછી તેા હું આમતેમ છૂટથી ક્રવા લાગી, સખીએ સાથે સાનાની પુતળીએ રમત રમવા લાગી અને માટીનાં ઘરા બાંધી તેની રમતમાં લીન થઇ જવા લાગી. જન્મ પછી બારમે વર્ષે મારી સમજશકિત એટલી બધી ખીલી ઊઠી કે મારે માટે ઉત્તમ પ્રકારના શિક્ષકા રાખવામાં આવ્યા. રીતસર હું. ધીરે ધીરે ગણિત વાંચન, લેખન, ગાન, વીણાવાદન, નાચ અને પુષ્પઉચ્છેરની કળાઓ શીખી. વળી વનસ્પતિશાસ્ત્ર અને રસાયનશાસ્ત્ર પણ મને શીખવવામાં આવ્યાં. આ ઉપરાંત મારા પિતા જૈન ધર્મના અનુરાગી હતા તેથી તેમની ઇચ્છા થઈ કે મારે ધશાસ્ત્રમાં પણ પ્રવીણ થવુ જોઇએ, એટલા માટે નગરમાં ઉત્તમ મનાતા ધમ-પડિતા મારે માટે રાખ્યા અને તેમની પાસેથી પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત વગેરે શ્રાવકધની ભાવનાઓના મે સારા અભ્યાસ કયા. પછી તે હું ઉંમરમાં આવી, મારા શરીરનાં અંગે ખીલી ઉઠ્યાં અને સ્નેહજીવન શુ' તે સમજવા લાગી. તે વખતે દેશના ઘણા ધનાઢ્ય કુટુમેમાંથી મારે માટે માગાં આવવા લાગ્યાં, પણ તેમાંથી કોઈપણ કુળ, રૂપે ને ગુણે મારે લાયક ન હેાવાથી એ બધાંય માગાંને મારા પિતાએ રીતસર પાછાં વાળ્યાં.
હું મારા પ્રિય મંડળમાં મેાટી થવા લાગી. મારી સારસિકા જે કઈ નવી વાત સાંભળતી તે આવીને મને કહેતી. આનદ કરવાને જે કોઇ સખી આવતી તેમને હું મારી હવેલીને સાતમે માળે અગાસી ઉપર લઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com