________________
* ૭૨ :
તરંગવતી
સાવી હવે પિતાના પૂર્વજન્મની કથા કહી સંભળાવે છે. પિતાના આશ્ચર્યજનક સદ્ભાગ્ય વિષે અભિમાન કર્યા વિના અને માત્ર ધમ ઉપર જ દષ્ટિ રાખીને સુંદર સરસ્વતી દેવી જેવી આ સાવી કથાને આમ આરંભ કરે છે. હું જે જાણું છું અથવા જે મને યાદ છે તે પ્રમાણે મારા જીવનની કથા હું ટૂંકામાં કહું છું.
૩. સાધ્વીની પૂર્વકથાનો પ્રારંભ. મધ્ય દેશમાં વત્સ નામે એક મનહર પ્રદેશ છે. અમૂલ્ય પદાર્થોથી એ પ્રદેશ પરિપૂર્ણ ભરેલું છે. ત્યાં અનેક ધર્માત્માઓ વસે છે અને જીવનની ત્રણ કામનાઓ ધર્મ, અર્થ ને કામનું ઉચિત રીતે પરિપાલન કરે છે. તે પ્રદેશની રાજધાની કૌશામ્બી ખરેખર સ્વગનગરી છે, મધ્યદેશનું જાણે એ મેતી છે, બીજી નગરીઓને એ નમૂનારૂપ છે. ત્યાં ઉદયન રાજા રાજ્ય કરે છે તે યુદ્ધમાં અને પ્રતાપમાં પ્રખ્યાત થયેલ છે. સાધુઓને અને સાવીને ભકત છે, મિત્રોને સુખકર છે અને શત્રએને ભયંકર છે. ઘેડા, હાથી, રથ અને પાયદળવડે બળવાન, હૈડય વંશમાંથી ઉતરી આવેલ છે. પૂર્ણચન્દ્ર જેવી એના મુખની શોભા છે, હંસના સ્વર જે એને સ્વર છે અને સિંહની ગતિ જેવી એની ગતિ છે. કુળે, રૂપે ને ગુણે પ્રખ્યાત એવી એની વાસવદત્તા રાણી છે. રાજાને સમાન વયના એક મિત્ર એ નગરને નગરશેઠ છે. એનું નામ ઋષભસેન છે. નગરના મહાજનને એ મુખી છે. પ્રજામાં. એનો બેલ વજનદાર ગણાય છે. અથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com